પોલીસ જવાન ઘરમાં ઘુસી જતા દંપતીના જીવનમાં ભૂકંપ સર્જાયો.
પોલીસ બેડામાં જોરશોરથી એક ચર્ચા ચાલી રહી છે કે , આઠ દિવસ પહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનનો એક પોલીસ જવાન વાઘોડિયા રોડ પર રહેતી એક મહિલાના ઘરે ગયો હતો . તે દરમિયાન મહિલાના સગાઓ આવી જતા જવાન ફસાઇ ગયો હતો . એકલી મહિલાના ઘરે આવવા અંગેનો યોગ્ય ખુલાસો પોલીસ જવાન આપી શક્યો નહતો . જેના પરિણામે લોકોએ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી હતી . પોલીસ કમિશનર પાસે આ મામલો જશે તો પોતાની સામે કાર્યવાહી થશે . તેવા ડરથી પોલીસ જવાને હાથ જોડીને માફી પણ માંગી હતી . આ ઘટનાનો વીડિયો પણ કેટલાક લોકોએ ઉતારી લીધો હતો . પરંતુ , ત્યારબાદ લાલા નામના એક શખ્સ મધ્યસ્થી કરી પરિવારને તમારી બદનામી થશે . તેવો ડર બતાવી સમગ્ર ઘટના પર પડદો પાડી દેવાની કોશિશ કરી હતી . પરંતુ , આ ઘટનાના કારણે મહિલાને લાગી આવતા તેણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી . જે અંગેની જાણ હોસ્પિટલ દ્વારા પાણીગેટ પોલીસને ૨ જી તારીખે કરવામાં આવી હતી . જોકે , પોલીસને મહિલાએ એવું જણાવ્યું હતું કે , મારા પતિએ મને કેટરિંગના કામ પર જવાની ના પાડતા મેં ફિનાઇલની ગોળીઓ લઇ લીધી હતી . વડોદરા , આ પોલીસ જવાનની અગાઉ જિલ્લા બહાર પણ બદલી થઇ હતી . અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે સૌથી વધારે સમય ફરજ બજાવી છે . આ ઘટના પહેલા જ તેની બદલીનો ઓર્ડર થયો હતો . આ બનાવ પછી તે તાત્કાલિક છૂટો થઇ ગયો હતો . આ પોલીસ જવાન સામે અગાઉ પણ આક્ષેપો થયા હતા .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.