વાગરાના દહેજ સ્થિત રિલાયન્સ કંપનીમાં ટેન્કરમાંથી ઝેરી ગેસ છૂટતા દોડધામ મચી હતી ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. - At This Time

વાગરાના દહેજ સ્થિત રિલાયન્સ કંપનીમાં ટેન્કરમાંથી ઝેરી ગેસ છૂટતા દોડધામ મચી હતી ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.


ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ના દહેજ ખાતે કાર્યરત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમિટેડ ખાતે ભરૂચ-વાગરા લોકલ ક્રાઈસીસ ગ્રુપ દ્વારા ઓફ સાઈટ ઈમરજન્સી મોકડ્રીલ યોજવામાં આવી હતી. આજરોજ બપોરે ૧૨.૨૦ શાયરી ઈમરજન્સી વાગે અચાનક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમિટેડ દહેજમાં (ઈ.ઓ) પ્લાન્ટમાં ઈથીલીન ઓક્સાઈડ લોડીંગ માટે બહારથી ટેન્કર આવ્યુ હતું.જેમાં લોડીંગ થયા બાદ ટેક્રરના મેન હોલમાંથી ગેસ લીકેજ થયાનું માલૂમ પડ્યું હતું. ગેસ લીકેજ થતા કારખાનાના સેફટી ઓફિસરની ટીમ દ્વારા લીકેજ કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ ગેસ ગળતર અકબંધ રહેતા બેં વ્યકિતને ગેસ લાગતાં ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે બીજી તરફ કંપનીની બહાર એક વ્યક્તિને ગેસ લાગતાં તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. જેને સામાન્ય ઈજાઓ

પહોંચતા તત્કાલ એમ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગેસની અસર વધારે થતા ઓફસાઈડ ઈમરજન્સી જાહેર કરી | મદદ માટે ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ભરૂચને જાણ કરવામાં આવી હતી. જેથી તત્કાલ લોકલ ક્રાઈસીસ ગ્રુપ(ભરૂચ-વાગરા)ના ચેરમેન અને ભરૂચના પ્રાંત અધિકારી મનિષા મનાણીની સુચના અનુસાર પોલીસ વિભાગ, ફાયરની ટીમ, જીપીસીબીના અધિકારીઓ એ તાબડતોબ ઘટના સ્થળે પહોંચીને ઈમરજન્સી કંટ્રોલરૂમ કાર્યરત કર્યો હતો. સૌના સહિયારા પ્રયાસોથી ભારે જહેમત બાદ દુઘર્ટના પર કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. અંતે આ સમગ્ર ઘટનાને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી.

રિપોર્ટર: સૈયદ શેર અલી


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image