અટલ સરોવર બનાવવાના કોન્ટ્રાકટર વિરુદ્ધ રૂ. 28 લાખની છેતરપિંડીનો ગુન્હો નોંધાયો - At This Time

અટલ સરોવર બનાવવાના કોન્ટ્રાકટર વિરુદ્ધ રૂ. 28 લાખની છેતરપિંડીનો ગુન્હો નોંધાયો


રાજકોટ શહેરની સુંદરતાને ચાર ચાંદ લગાડનાર અટલ સરોવરનું નિર્માણકાર્ય ચાલુ છે ત્યારે સરોવર બનાવવાનો પેટા કોન્ટ્રાકટ ધરાવતા શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથક ખાતે છેતર પિંડીની ફરિયાદ નોંધાઈ છે. પંચનાથ પ્લોટમાં આવેલી ચંદારાણા સેલ્સ કોર્પોરેશન નામની પેઢી પાસેથી રૂ. 28 લાખથી વધુનો સિમેન્ટનો જથ્થો મંગાવીને ગલ્લા-તલ્લા કરી ત્રણ વર્ષથી પૈસા નહિ આપવા બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શહેરમાં નવા 150 ફુટ રીંગ રોડ પર અટલ સરોવરનુ કામ કરતા શખસે રૂ.28.13 લાખની કિંમતનો સિમેન્ટનો જથ્થો મંગાવી રૂપીયા ન આપી છેતરપીંડી આચર્યાની વેપારીએ ફરીયાદ કરતા એ-ડીવીઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
ફરિયાદીએ આપેલી ફરિયાદ મુજબ કાલાવાડ રોડ પર સૂર્યોદય સોસાયટીમાં રહેતા અને પંચનાથ પ્લોટમાં શ્રી ચંદારાણા સેલ્સ કોર્પોરેશન નામે બિલ્ડીંગ મટીરીયલનો વેપાર કરતા નરેન્દ્રભાઈ વૃજલાલ ચંદારાણાએ
ફરીયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે જામનગર રોડ પર બજરંગવાડીમાં રહેતા નદીમખાન બી યુસુફભાઈ એન. કે. પ્રોજેકટ કન્સલટન્સીનું નામ આપ્યુ હતુ. ફરીયાદમાં જણાવ્યુ હતુ કે ત્રણેક વર્ષથી નદીમખાન બી. યુસુફભાઈ સાથે વેપાર કરતા હોય જેથી તને રાજકોટના નવા રીંગ રોડ પર અટલ સરોવરનુ કામ કરતા હોય સિમેન્ટની જરૂર હોય પરંતુ રૂપીયા 15 દિવસ બાદ મળશે તેમ કહયુ હતુ. જેથી તેને રૂ.14.39 લાખની સિમેન્ટ મોકલી હતી જેનુ પેમેન્ટ સમયસર થઈ ગયું હતું. ત્યાર બાદ તેને રૂ.28.13 લાખની કિંમતનો સિમેન્ટ મોકલી આપ્યો હતો.
જે માલના રૂપીયા 15 દિવસમાં આપવામા નહી આવતા ઉધરાણી કરતા તેને કયુબ કન્સ્ટ્રકશન એન્જિનિયરીંગ લીમીટેડના બિંદીયાબેન શાહ પાસેથી પેટા કોન્ટ્રાકટ રાખેલ હોય અને અગાઉ આ બિંદીયા મેડમે પણ ઉપરથી રૂપીયા આવ્યા નથી અને આવશે ત્યારે મોકલી આપીશુ તેમ કહયુ હોય તેમજ આરોપીએ રૂ.15 લાખના બે ચેક આપેલા અને વધુ માલ મોકલવાનુ કહેતા તેને માલ મોકલવાની ના પાડી હોય જેથી તેને આપેલા ચેકનુ પેમેન્ટ સ્ટોપી કરાવી દઈ છેતરપીડી આચર્યાનુ જણાવતા આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.