રાજકોટમાં લલિત કગથરાએ કહ્યું :’રાજેન્દ્ર ત્રિવેદી ડાયરેક્ટ પ્રજાનું કામ કરતા એ ભાજપને ન ગમ્યું એટલે સત્તા છીનવાઈ’
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લઈ લેવામાં આવ્યા છે. મહેસુલ વિભાગનો હવાલો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી હવાલો લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને MLA લલિત કગથરાએ ભાજપ પર તીખા પ્રહાર કરતા મીડિયાને જણાવ્યું હતું કે, રાજેન્દ્ર ત્રિવેદી ડાયરેક્ટ પ્રજાનું કામ કરતા એ ભાજપને ન ગમ્યું એટલે સત્તા છીનવાઈ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.