સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી કરતા કર્મચારીઓને પીપીઈ કિટનું વિતરણ કરાયું - At This Time

સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી કરતા કર્મચારીઓને પીપીઈ કિટનું વિતરણ કરાયું


‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી કરતા કર્મચારીઓને પીપીઈ કિટનું વિતરણ કરાયું
----------
સરકારી યોજના તથા વીમા યોજનાના લાભ માટે પણ આપવામાં આવી ઉપયોગી માહિતી
----------
ગીર સોમનાથ, તા.૧૨: સમગ્ર રાજ્યમાં આગામી આઠ અઠવાડિયા સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળો ઉપરાંત બાગ-બગીચા તેમજ નદી-તળાવ સહિતના સ્થળોએ સ્વચ્છતા હી સેવાના ઉમદા હેતુસર સફાઈ અભિયાન હાથ ધરાશે. આ સફાઈ અભિયાનના ઉપક્રમે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી સંભાળતા કર્મચારીઓને PPE કીટ વિતરણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ઇન્ડિયન સ્વચ્છતા લીગ ૨.૦ તેમજ સ્વચ્છતા હિ સેવા કેમ્પેઇન અંતર્ગત સફાઈ કામદાર અને ભુગર્ભ ગટરની સફાઈ કામગીરી સાથે સંકળાયેલા કામદારોને સરકારી યોજના તથા વીમા યોજનાના લાભ માટે માહિતી પણ આપવામાં આવી હતી.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.