લીલીયા સિહોની સુરક્ષામાં વનતંત્ર વામળુ પુરવાર સિંહ પ્રેમી દ્વારા સિંહો માટે પાણીની વ્યવસ્થા કરવા કરાઈ માંગ
લીલીયા તાલુકા ના સલડી વિસ્તારમાં સિંહો માટે પાણીની વ્યવસ્થા કરવા બાબત યુવા ભાજપ આગેવાન અને સોશિયલ એક્ટિવિસ્ટ ધર્મેશ દેસાઈ દ્વારા લીલીયા વન વિભાગને પત્ર પાઠવાયો જે પત્રમાં જણાવ્યું કે સલડી ગામે તળાવ તથા આજુબાજુ ના વિસ્તાર માં ઘણા બધા સમય થી વન્ય પ્રાણી સિંહો નો વસવાટ થયેલ હોય. આ વિસ્તાર માં અન્ય જંગલી પશુ ની સંખ્યા ખુબ પ્રમાણ માં હોવાથી ખોરાક તેમને મળી રહે છે.અને હમણાં સુધી સલડી ના તળાવ માં થોડુ પાણી હોય તો ત્યાં પાણી ની પણ વ્યવસ્થા સચવાય ગયેલ હતી પરંતુ હવે કુદરતી જળસ્ત્રોત સંપૂર્ણ પૂર્ણ થય જતા સિંહો ને પાણી પીવા માટે આજુબાજુ ના ખેતરે પાણી પીવા માટે જતા હોય એવું લોકો દ્વારા જોવામાં આવેલ છે. સિંહ એ શેડયુલ ૧ હેઠળ આવતું પ્રાણી છે, દેશ ની શાન સમો એશીયાઇ સિંહ ને તેનું ઘર,સંરક્ષણ, સંવર્ધન કરવું એ આપણા સૌની ફરજ છે. તો હંગામી ધોરણે હોટસ્પોટ વિસ્તારો માં સિંહો માટે પાણી પીવા માટેની વ્યવસ્થા ઉભીકરવામાં આવે તેવી સિંહ પ્રેમીઓ દ્વારા લીલીયા વન વિભાગને પત્ર પાઠવી માંગણી કરેલ છે. અને આવું કરતા સિંહો અને માનવી વચ્ચે ના સંઘર્ષ ને ટાળી શકાશે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
