મોટર સાયકલ ચોરીનો ગુન્હો શોધી રૂ.૧૫,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

મોટર સાયકલ ચોરીનો ગુન્હો શોધી રૂ.૧૫,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ચોરીઓનાં ગુન્હાઓ શોધી કાઢવા માટે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મોટર સાયકલ ચોરી અંગે મળેલ માહિતી આધારે ભાવનગર-રાજકોટ રોડ ખોડિયાર મંદિર ચોકડી પાસે વોચમાં હતાં. તે દરમ્યાન *પ્રતાપભાઇ વલ્લભભાઇ પરમાર જાતે-દે.પુ ઉ.વ ૨૨ ધંધો-ખેત મજુરી રહે. બચુભાઇ વાલજીભાઇ પરમારની વાડીએ, સોડવદરા, તા.વરતેજ જી.ભાવનગર મુળ-દે.પુ વાસ,હાથીયાધાર,તા.પાલીતાણા જી.ભાવનગર*વાળા કાળા કલરની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ આગળનો પંખો તુટેલી હાલતમાં તથા આગળની નંબર પ્લેટ તુટેલી હાલતમા પાછળની નંબર પ્લેટમાં D-03-E-5348 લખેલ જોવામાં આવેલ. જે રજી. નંબરની ખાતરી કરતાં આ મોટર સાયકલનો રજી. નંબર-DD-03-E-5348 હોવાનું અને તે નાની દમણ ખાતે નોંધાયેલ હોવાનું જણાય આવેલ.આ અંગે તેઓ ત્રણેય પાસે પાસે આધાર કે બિલ કે રજી.કાગળો હોય તો રજુ કરવા કહેતાં તેઓ ફર્યુ-ફર્યુ બોલી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ. તેઓ પાસેથી *મોટર સાયકલ કિ.રૂ.૧૫,૦૦૦/-*ની શક પડતી મિલ્કત તરીકે Cr.P.C. એકટ કલમઃ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી તેને હસ્તગત કરેલ. આ ઇસમની પુછપરછ કરતાં તેને વનરાજભાઇ પરમાર રહે.થોરાળી તા.પાલીતાણા જી.ભાવનગરવાળાએ આપેલ હોવાનું જણાવેલ. આ અંગે આગળની કાર્યવાહી થવા માટે તેને શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
*શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-*
દમણ,કોસ્ટલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૧૩/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી. જેબલીયા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા,અનિરૂધ્ધસિંહ ગોહિલ,હરેશભાઇ ઉલ્વા,હિરેનભાઇ સોલંકી,બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ ગોહિલ, શકિતસિંહ સરવૈયા, પ્રજ્ઞેશભાઇ પંડયા વગેરે જોડાયા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.