ગૌમાતા પોષણ યોજના અંતર્ગત દૈનિક સબસીડી રૂ. 100 કરવામાં આવે. સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળોને જરૂરી લાભ આપવામાં આવે – ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી
ગૌમાતા પોષણ યોજના અંતર્ગત દૈનિક સબસીડી રૂ. 100 કરવામાં આવે.
સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળોને જરૂરી લાભ આપવામાં આવે - ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી
ગૌમાતા પોષણ યોજના અન્વયે જરૂરી રકમની ફાળવણી હાલના બજેટમાં પણ ચાલુ રાખવામાં તેમજ સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળોને અન્ય જરૂરી લાભ આપવામાં આવે એ અંગે ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ગિરીશભાઈ શાહ અને ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર મિત્તલ ખેતાણી દ્વારા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. ગૌશાળા તથા પાંજરાપોળોમાં ઘણી સંસ્થાઓ પાસે હાલ જમીન નથી, પશુધનને સાચવવા માટે ખેતીની જમીન જોઈએ, ઘણી સંસ્થા ખેડૂત ખાતેદાર ન હોવાથી જમીન લઇ શકતી નથી. આ માટે યોગ્ય પ્રોસીજર નક્કી કરીને ખેતીની જમીન પશુધનને સાચવવા માટે જ વાપરવાની હોય તો તે જ હેતુ માટે સંસ્થાને મળે તે માટે સરકાર દ્વારા યોગ્ય ગાઈડલાઈન બહાર પાડવા માટે રજૂઆત કરાઈ છે. સરકાર દ્વારા પકડવામાં આવતા ઢોર સંસ્થામાં મોકલવામાં આવી રહયા છે, પરંતુ દરેક પાસે પશુઓને સાચવવાની સગવડ તેમની પાસે જે પશુઓ છે તેના પુરતી છે. જો વધારાના ૫૦ ટકા પશુઓ સાચવવા માટે આવે તો સંસ્થાને વધારાની વ્યવસ્થા કરવી પડશે જેની ક્ષમતા સંસ્થાઓ પાસે નથી. તેથી જયારે પણ સંસ્થામાં વધારાના પશુઓ મોકલવામાં આવે ત્યારે સંસ્થાને તે પશુઓને સાચવવા માટે જે ઈન્ફાસ્ટ્રકચર તૈયાર કરવા માટે ફાયનાન્સની જરૂર છે તે પણ સંસ્થાને સરકાર દ્વારા પુરુ પાડવામાં આવે જેથી નવા પશુઓ સંસ્થામાં આવે તેનાથી સંસ્થાના ઈન્ફાસ્ટ્રકચરની ઘટ ન પડે અને દરેક પશુઓને સાચી રીતે સાચવી શકે તે માટે રજૂઆત કરાઈ છે.
સંસ્થાને સરકાર દ્વારા જે સબસીડી ચુકવવામાં આવે છે તે સંસ્થાનાં જે ખર્ચ કરવાના થાય છે તેના પ્રમાણમાં પુરતી નથી, તો સરકાર દ્વારા સંસ્થાને મળતી સહાયમાં વધારો કરી દૈનિક રૂ.૧૦૦/- કરી આપવા માટે તેમજ ગૌશાળાઓને પાંજરાપોળોને જે સબસીડી આપવામાં આવે છે તે નિયમિત સંસ્થા હોય તેને એક હપ્તો એડવાન્સમાં આપવાનું નકકી કરવામાં આવે જેથી સંસ્થા રોજબરોજના ઘાસના ખરીદીને પહોંચી વળે. હાલમાં સંસ્થાને જે સબસીડી ચુકવવામાં આવી રહેલ છે તેની પ્રક્રિયા ખુબ જ જટીલ અને લાંબી છે અને તેમાં સંસ્થાની કરેલ અરજી કયા સ્ટેજે પડેલ છે તેની કોઈ માહિતી સંસ્થાને મળી શકતી નથી અને આ ધણી વખતે સંસ્થાને અરજી કેન્સલ થાય તો તેની જાણ પણ સંસ્થાને કરવામાં આવતી નથી અને ક્યારેક કરવામાં આવે તો ખુબ જ મોડી જાણ થાય છે તો બાબત ધ્યાને લઈ સબસીડી આપવાની અરજીની જે પ્રોસેસ છે તે બધી જ ઓનલાઈન થાય તેમજ તેનો દરેક સ્ટેજે મીનીમમ દીવસમાં નિકાલ થાય તેમજ સંસ્થા દ્વારા તે બાબત ઓનલાઈન ટ્રેક કરી શકાય તેવી સીસ્ટમ અમલમાં મુકવામાં આવે તો તે સંસ્થાઓ માટે ખુબ જ ઉપયોગી થશે તે માટે રજૂઆત ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ગિરીશભાઈ શાહ અને ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર મિત્તલ ખેતાણી દ્વારા કરવામાં આવી છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.