સાબરકાંઠા જીલ્લાના પત્રકાર મિત્રો ની એક ટીમ તિરુપતિ નેશનલ પાર્ક મુલાકાત લીધી - At This Time

સાબરકાંઠા જીલ્લાના પત્રકાર મિત્રો ની એક ટીમ તિરુપતિ નેશનલ પાર્ક મુલાકાત લીધી


(આબીદઅલી ભુરા સાબરકાંઠા)
5 જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી સાબરકાંઠા જીલ્લાના પત્રકાર મિત્રો ની એક ટીમ વિજાપુર હિંમતનગર રોડ પર આવેલ તિરૂપતિ નેચરલ પાર્ક દેરોલ ખાતે ગ્રીન એમ્બેસેડર શ્રી જીતુભાઈ પટેલ ની ખાસ મુલાકાત લીધી અને આજરોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ તેમજ વન રક્ષક તથા રોજમદાર સાથે રહીને ગામના આગેવાનો તથા ગામના યુવાન વડીલ મિત્રોને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું અને વધુને વધુ વૃક્ષ ઉછેર કરીશું એવો રોપા સાથે સંકલ્પ લઈ પર્યાવરણનું જતન કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું, તેમજ વધુમાં જીતુભાઈ ને જણાવ્યું કે તમે જોઈ રહ્યા છો તે ઓક્સિજન પ્લાન્ટનો ગુજરાતનો સૌપ્રથમ મોલ છે.. હા કોરોના વખતમાં ઓક્સિજનની શું કિંમત છે અને કેટલી જરૂરિયાત છે તેનો અનુભવ માત્ર ગુજરાત કે ભારતના નહીં પરંતુ વિશ્વભરના લોકોએ કર્યો છે, ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસે તિરૂપતિ નેચરલ પાર્કમાં આ એક અનોખો ઓક્સિજન પ્લાન્ટ માટેનો મોલ ઊભો કરાયો છે જેમાં ઇન્ડોર ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવી છે જે ઘરની અંદર રહી ભરપુર ઓક્સિજન લોકોને આપશે.

આજે વિશ્વ પર્યાવરણના દિવસે જ આ મોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.. અને આગામી સમયમાં ગુજરાતના તમામે તમામ તાલુકા મથકોએ હાઇવે પર તમને આવા મોલ જોવા મળશે.. જેમાં અબોલ જીવો માટે પક્ષીઓના માળા સહિત ઘરમાં અને ખાસ કરીને ફ્લેટોમાં રાખી શકાય તેવા નાનકડા પરંતુ ભરપૂર ઓક્સિજન આપતા પ્લાન્ટ મળશે..તો ઉલ્લેખનીય છે કે આ ઓક્સિજન મોલ બનાવવાનો આશય માત્ર ને માત્ર લોકો હરિયાળી તરફ પરત ફરે અને શુદ્ધ ઓક્સિજન મેળવે તે માટેનો છે... ત્યારે આજે આ મોલ જોવા માટે આવેલા લોકોએ પણ આ નવી પહેલ ની બિરદાવી હતી. આ વખતે ઉનાળાની સિઝનમાં હિંમતનગરે ગુજરાતમાં સૌથી વધુ ઊંચું તાપમાન બતાવીને આકરી ગરમીનો અહેસાસ લોકોને કરાવી દીધો છે. ત્યારે હવે હિંમતનગર વાસીઓએ પણ હવે આ રીતે વૃક્ષારોપણ અને ગ્રીનરી તરફ ફરવું જરૂરી બન્યુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.