જામીન ભરવા ન આવતા સેન્ટ્રલ જેલનો કેદી ઓડોમસની ટયુબ ખાઈ ગયો - At This Time

જામીન ભરવા ન આવતા સેન્ટ્રલ જેલનો કેદી ઓડોમસની ટયુબ ખાઈ ગયો


પોપટપરા-સેન્ટ્રલ જેલમાં હત્યાના પ્રયાસમાં ગુનામાં કેદ આરોપીના આઠ માસથી તેનો ભાઈ કોર્ટમાં જામીન ન ભરવા આવતા કેદીએ ઓડોમસ ટયુબ ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ યુનિ.પોલીસ મથક વિસ્તારમાં રહેતા ભરતદાન ભીમદાન ગઢવી ઉ.વ.31 એ આઠ મહિના પહેલા તેના પર યુનિ.પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની કલમ 307 હેઠળ ગુન્હો નોંધાયો હતો. જેમાં તેને પોલીસે પકડી સેન્ટ્રલ જેલમાં ધકેલી દીધો હતો. જે બાદ તેના 15 દિવસ બાદ કોર્ટે જામીન મંજુર કર્યા હતા પણ કોઈ કારણોસર તેનો ભાઈ આઠ મહિનાથી જામીન ભરવા ન આવતા કંટાળીને ઓડોમસ ટયુબ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કેદીને સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.બનાવ અંગે સીવીલ ચોકીનાં સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.