એસ.ટી.માં સફેદ વોલ્વો બસનો ખોટનો કાળો કારોબાર- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી - At This Time

એસ.ટી.માં સફેદ વોલ્વો બસનો ખોટનો કાળો કારોબાર- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી


એસ.ટી.માં સફેદ વોલ્વો બસનો ખોટનો કાળો કારોબાર- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

ગુજરાત રાજ્યમાં ભાજપના રાજમાં ગુજરાત સરકારના મોટા ભાગના વિભાગોમાં ખોટનો ધંધો ચાલે છે, અને આ ખોટના ધંધામાં ભાજપના નેતાઓ ખીચાઓ ભરવાનું કામ કરી રહ્યા છે. ગુજરાતની આ ભાજપ સરકાર પોતાના નેતાઓના ખીચાઓ ભરવા માટે દરેક વિભાગોમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ અમલમાં લાવ્યા છે, અને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી જ દરેક સરકારી વિભાગોમાં ખોટનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, ખોટ સરકારી વિભાગો કરે અને મલાઈ તારવીને ખીચા ભરવાનું કામ સમગ્ર ગુજરાતમાં ભાજપના નેતાઓ કરી રહ્યા છે, જેના ભાગરૂપે ગુજરાત સરકારના એસ.ટી. વિભાગમાં સફેદ તથા વાદળી વોલ્વો બસો ભાડે રાખીને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચલાવવામાં આવે છે, અને આ કોન્ટ્રાક્ટ ભાજપના જ નેતાઓ પાસે છે, સરકારના એસ.ટી. વિભાગમાં આ વોલ્વો બસની આવક કી.મી. દીઠ ૩૨ રૂપિયા છે જ્યારે કોન્ટ્રાક્ટરને કી.મી. દીઠ ૪૫ રૂપિયા ચૂકવવામાં આવે છે. આમ ગુજરાતની આ ભાજપ સરકાર દ્વારા પોતાના નેતાઓના ખીચાઓ ભરવા માટે એસ.ટી. વિભાગમાં સફેદ વોલ્વો બસનો ખોટનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.