નવા ચૂંટાયેલા પ્રમુખ નું સન્માન કરતા રાજુલા તાલુકા ના સરપંચો - At This Time

નવા ચૂંટાયેલા પ્રમુખ નું સન્માન કરતા રાજુલા તાલુકા ના સરપંચો


નવા ચૂંટાયેલા પ્રમુખ નું સન્માન કરતા રાજુલા તાલુકા ના સરપંચો

રાજુલા શહેરમાં રાજુલા તાલુકા પંચાયત ખાતે સમગ્ર સરપંચો દ્વારા એક સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં તાજેતરમાં ભારતીય જનતા પક્ષ દ્વારા રાજુલા શહેર પ્રમુખ તેમજ રાજુલા તાલુકા પ્રમુખ ની નિમણૂક કરાતા આ બંને યુવાનો જેમાં શહેર પ્રમુખ વનરાજભાઈ વરુ તેમજ રાજુલા તાલુકા પ્રમુખ ધીરુભાઈ નકુમ આ બંને પ્રમુખોનું રાજુલા તાલુકા પંચાયત ખાતે સન્માન સત્કાર કાર્યક્રમ નું આયોજન સરપંચ એસોસિયન પ્રમુખ મનુભાઈ ધાખડા દ્વારા કરવામાં આવેલું ત્યારે સમગ્ર રાજુલા તાલુકાના તમામ સરપંચો ઉપસ્થિત રહેલા તમામ સરપંચો દ્વારા આ બંને પ્રમુખોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતમાં સૌ કોઈ આ બંને પ્રમુખને શુભેચ્છા પાઠવેલી અને શહેર તેમજ તાલુકાના વિકાસના સારા કામો કરો તેવી શુભેચ્છાઓ પાઠવી


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.