આખલાથી બચવા રોડ પરના ખાડાનો ભોગ બની માતા: પુત્રને સ્કૂલમાં મૂકીને એક્ટિવા લઈને પરત આવતી માતાને નડ્યો અકસ્માત
(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ )
આખલાથી બચવા રોડ પરના ખાડાનો ભોગ બની માતા:
હિંમતનગરના બેરણા રોડ પર પુત્રને સ્કૂલમાં મૂકીને એક્ટિવા લઈને પરત આવતી માતાને નડ્યો અકસ્માત હિંમતનગરમાં આજે બેરણા રોડ પર સવારે
એક્ટિવા પર માતા પુત્રને સ્કૂલમાં મૂકીને પરત
આવતા સમયે ઘર નજીક રોડ પર આખલાથી
બચવા જતાં રોડ પરના ખાડાનો ભોગ બની
હતી. જેને લઈને સામેથી આવતી ઓવર સ્પીડ
એક્ટિવાએ ટક્કર મારતાં પગે ઇજા થઈ હતી
અને નવ ટાંકા આવ્યા છે. ત્યારે ઇજાગ્રસ્ત
માતા સહિત વિસ્તારના રહીશોએ પાલિકા રોડ
પરના ખાડા પુરાય ગંદા પાણીનો નિકાલ કરવાની
વ્યવસ્થા કરવામાં આવે અને રખડતા આખલાને
પકડી યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરથી બેરણા રોડ પહેલાં ગ્રામ્ય વિસ્તારમાં આવતો હતો. ત્યારે થોડા સમય પહેલાં રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકામાં ભેળવી દેવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજ રોડ પર એક મહિનામાં બીજી ઘટનામાં આખલાથી બચવા માટે મહિલાને ઇજા થઈ છે પરંતુ ઘોર નિંદ્રામાં રાચતી પાલિકા માત્ર કાર્યવાહી કારવાની વાતનું રટણ કરે છે, પરિણામ નથી જોવા મળતું તેને લઈને બીજી ઘટના સર્જાઇ છે.
હિંમતનગરના બેરણા રોડ પરની યશસ્વી સોસાયટીમાં 18 નંબરમાં રહેતા સોનલબેન જોશી શનિવારે સવારે એક્ટિવા લઈને સ્કૂલમાં મુકવા ગયા હતા. જે મૂકીને પરત આવતા સમયે ઘર નજીક યશસ્વી સોસાયટી પાસેના બેરણા રોડના પરના વણાકમાં આખલો આવ્યો હતો. જેનાથી બચવા જતા રોડ પરના ખાડામાં એક્ટિવા પટકાયું હતું. જે દરમિયાન સામેથી ઓવર સ્પીડમાં આવતા એક્ટિવાએ ટક્કર મારી હતી. જેને લઈને સોનલબેનને જમણા પગે ઇજાઓ થઈ હતી. ત્યાર બાદઆજુબાજુના લોકો દોડી આવ્યા હતા અન ઈજાગ્રસ્ત સોનલબેનને ઘરે લઈ ગયા હતા. ત્યાર બાદ સોનલવેનને સિવિલમાં સારવાર માટે લાઇ ગયા હતા. જ્યાં પગે ઘા પડી ગયો હોવાને લઈને તેમને 9 ટાંકા આવ્યા હતા. ત્યાર બાદ સોનલબેન જોશીને ઘરે લાવ્યા હતા આ અંગે આખલા અને ખાડાનો ભોગ બનેલા સોનલબેન જોશીએ જણાવ્યું હતું કે, મારા પુત્રને સ્કૂલે મૂકીને આવતા અકસ્માતનો બનાવ બન્યો છે. આખલાથી બચવા ખાડામાં પટકાયા બાદ
સામેથી આવતી એક્ટિવાએ ટક્કર મારી હતી.રોડ પડી ગયેલા ખાડા પુરવા, ગંદુ વહેતુ ગટરનું
પાણી બંધ કરી ગટર વ્યવસ્થા કરી આપવા અને રખડતા આખલાઓનો યોગ્ય નિકાલ કરવા માગ
કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.