વડોદરા ના હરણીતળાવ જેવી દૂરઘટના નાબંને એમાટે ભારત સરકાર તથા તમામ રાજ્યની સરકાર દ્વારા કાયદો બનાવવાટિમ ગબ્બર ની માંગ
ભારત સરકાર તથા તમામ રાજ્યની સરકાર દ્વારા કાયદો બનાવવા બાબતઅમો ટિમ ગબ્બર ગુજરાતના સુરતના એડવોકેટ કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીને વિવિધ વર્ગના લોકો તરફથી રજુઆત મળેલ છે કે,તાજેતરમાં વડોદરામાં તળાવમાં જે બાળકોના ડુબી જવાથી મૃત્યુનો આઘાત જનક બનાવ બનેલ છે તે અગાઉ મોરબીના ઝૂલતા પુલનો બનાવ બનેલ છે તેનાથી સમગ્ર દેશની પ્રજા દુઃખી છે અને આવા બનાવોનું પુનરાવર્તન ન બને તે માટે જ્યાં જ્યાં માણસોને બેસાડવાની મર્યાદા તથા વાહનોમાં વજન ભરવાની મર્યાદા,વાહનોમાં પેસેન્જર બેસાડવાની મર્યાદા,ઉડન ખટોલામાં માણસો બેસાડવાની મર્યાદા,હોડીમાં બેસાડવાની મર્યાદા,ચકડોળમાં બેસાડવાની મર્યાદા,ટેક્સી,ટ્રક,એસ.ટી.બસ કે ખાનગી વાહનમાં બેસાડવાની મર્યાદાઓ જ્યાં જ્યા કાયદાથી નક્કી થયેલ હોય ત્યાં તેની કડક અમલવારી કરાવવા અને જ્યાં આવી મર્યાદા નક્કી થયેલ ન હોય ત્યાં કાયદો પસાર કરી મર્યાદા નક્કી કરવામાં આવે તે જરૂરી છે અને જ્યા કાયદાથી નક્કી કરેલ મર્યાદાથી વધુ વજન કે લોકોને બેસાડવામાં આવે ત્યાં અથવા કોઈ શિક્ષક પ્રવાસમાં લઈ ગયેલ બાળકોને આવી કાનૂની જોગવાઈઓ કે મર્યાદા જાણ્યા વિના કોઈ પણ બાળક કે વિદ્યાર્થીઓને બસ,હોડી કે ઉડન ખટોલામાં બેસાડે અને અકસ્માત થાય તો આવા અકસ્માત કરનાર કે બેદરકારી રાખનાર ડાઈવર,વાહન માલિક,કે એજન્સીના કોન્ટ્રાકટર હોય કે સરકારી વાહન હોય તે તમામને આવું ચેકીંગ કરનાર મામલતદાર,નાયબ કલેકટર, કલેકટર,પોલીસ,આર.ટી.ઓ. ઇન્સપેક્ટર,ચીફ ઓફિસર,મ્યુનિસિપલ કમિશનરને અકસ્માત થાય ત્યારે કસુરવાન ગણી દસ લાખનો દંડ તથા દસ વર્ષની સજા તાત્કાલિક કરવામાં આવે તેવો કાયદો પસાર કરવામાં આવે તેવી અમારી ટિમ ગબ્બરની માંગ સાથે રજુઆત છે આ ઉપરાંત જ્યાં જ્યાં જેકેટ પહેરાવવાની જરૂરિયાત હોય ત્યાં ત્યાં જેકેટ પહેરાવવામાં આવે તેમજ ઉડન ખટોલામાં એર જેકેટ પહેરાવવામાં આવે તે માટે પણ કાયદો બનાવવા અમારી ટિમ ગબ્બર ની માંગછે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.