મેડ ઇન અમરેલી પ્રોડકટસ બનાવી અમદાવાદમાં ૪ દિવસમાં ૪ લાખ રૂપિયાની પ્રોડક્ટસનું વેચાણ કર્યું. કલામ યૂથ સેન્ટરના વિધાર્થીઓ દ્વારા શાળામાં રહેલ સ્ટાર્ટ અપ સ્ટુડિયોમાં અલગ અલગ વુડન આર્ટિકલની પ્રોડક્ટ્સ બનાવી. - At This Time

મેડ ઇન અમરેલી પ્રોડકટસ બનાવી અમદાવાદમાં ૪ દિવસમાં ૪ લાખ રૂપિયાની પ્રોડક્ટસનું વેચાણ કર્યું. કલામ યૂથ સેન્ટરના વિધાર્થીઓ દ્વારા શાળામાં રહેલ સ્ટાર્ટ અપ સ્ટુડિયોમાં અલગ અલગ વુડન આર્ટિકલની પ્રોડક્ટ્સ બનાવી.


મેડ ઇન અમરેલી પ્રોડકટસ બનાવી અમદાવાદમાં ૪ દિવસમાં ૪ લાખ રૂપિયાની પ્રોડક્ટસનું વેચાણ કર્યું.

કલામ યૂથ સેન્ટરના વિધાર્થીઓ દ્વારા શાળામાં રહેલ સ્ટાર્ટ અપ સ્ટુડિયોમાં અલગ અલગ વુડન આર્ટિકલની પ્રોડક્ટ્સ બનાવી.

અમરેલી અમદાવાદમાં યોજાયેલ સાત્વિક ફૂડ ફેસ્ટિવલની અંદર અમરેલીની કલામ ઈનોવેટીવ સ્કૂલના વિધાર્થીઓ પોતાની જાતે બનાવેલી વૂડન પ્રોડક્ટ સાથે સાત્વિક ફેસ્ટિવલમાં સહભાગી થયા છે. શાળા દ્વારા અભ્યાસ સિવાયના સમયમાં વિધાર્થીઓ કામ કરી શકે તેના માટે એક ખાસ સ્ટાર્ટઅપ સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્ટાર્ટઅપ સ્ટુડિયોની અંદર લેસર કટર, ટી શર્ટ પ્રિન્ટિંગ, મગ પ્રિન્ટિંગ જેવા મશીનો આપવામાં આવ્યા છે. આ મશીનની અંદરથી વિધાર્થીઓ વિવિધ પ્રોડક્ટસ બનાવે છે અને તેની સંપૂર્ણ કમાણી જે-તે વિધાર્થીઓને મળે તેવી વિશિષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી છે. સાત્વિકની અંદર તેઓ વુડન ડ્રાયફ્રુટ બોક્સ,વુડન વોલ ક્લોક,વુડન લેડીઝ પર્સ, જેવી અવનવી પ્રોડક્ટસ જાતે બનાવીને લાવ્યા છે. આ દરેક પ્રોડક્ટ પર મેડ ઇન અમરેલી અને મેડ બાય સ્ટુડન્ટ્સ જેવો વિશિષ્ટ ટેગ મારેલો છે.
૧૩-૧૪ વર્ષના વિધાર્થીઓએ જાતે આ પ્રોડક્ટ્સ ડિઝાઈન કરીને બનાવેલી છે. આ સમગ્ર કામની અંદર વિધાર્થીઓ ઉઘોગના વિવિધ પાસાઓની વિશેષ સમજ મેળવી રહ્યા છે. અમદાવાદની અંદર યોજાયેલ આ ફેસ્ટિવલમાં વિધાર્થીઓને ખુબ બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને માત્ર ૪ દિવસની અંદર ૪ લાખ રૂપિયાનું વેચાણ થયું હતું.કલામ યુથ સેન્ટરના વિધાર્થીઓ દ્વારા આ કાર્યને પાર પાડવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ પ્રોગ્રામ વિશે વાત કરતા શાળાના સંચાલક જયભાઈ કાથરોટીયા એ જણાવ્યું હતું કે, “એક ગરીબ પરિવારના દિકરાને ભણાવવા માટે તેના પિતાએ પોતાની બાઈક વેચીને ફી ભરી, આ વાતની જાણ અમને થતાં એવો વિચાર આવ્યો કે બાળકો ભણવાની સાથે સાથે ધંધો કરતા શીખી જાય તો વિધાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાના ગુણો પણ વિકસશે અને વાલીઓને પણ આર્થિક સહયોગ આપી શકશે. આવા વિચાર સાથે અમે વિધાર્થીઓ અભ્યાસ સિવાયના સમયની અંદર કામ કરી શકે માટે મશીનો લઇ આપ્યાં અને સ્ટાર્ટ અપ સ્ટુડિયોની રચના કરી.આ સ્ટાર્ટ અપ સ્ટુડિયોને વિધાર્થીઓનો ભરપૂર પ્રતિસાદ મળી રહ્યો છે અને વિધાર્થીઓ નાની ઉંમરમાં આત્મ નિર્ભર પણ બની રહ્યા છે.”

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.