મહેર સમાજના નવરાત્રી રાસોત્સવમાં બીજા દિવસે જ્ઞાતિના ભાઈઓ બહેનો રાસ ગરબાની રંગત માણી રહ્યો છે. - At This Time

મહેર સમાજના નવરાત્રી રાસોત્સવમાં બીજા દિવસે જ્ઞાતિના ભાઈઓ બહેનો રાસ ગરબાની રંગત માણી રહ્યો છે.


સંસ્થાની યુટ્યુબ ચેનલ તથા સ્થાનિક જીટીપીએલ ચેનલના માધ્યમથી નવરાત્રી રાસોત્સવ ના ગરબા દેશ-વિદેશમાં વસતા જ્ઞાતિજનો લાઈવ પ્રસારણ નિહાળી રહ્યા છે

ગોસા(ઘેડ) પોરબંદર
ભારતીય સંસ્કુતિ અનુરૂપ શક્તિની આરાધના ઉપાસના કરવાના શ્રેષ્ઠ દિવસો એટલે શારદીય(આસો સુદ એકમ) થી શરૂ થતાં માં જગદમ્બાના નરવરાત્રીના (નવલા નોરતા) સવંત આસો સુદ એકમ તારીખ થી શારદીય નવરાત્રી નો પ્રારંભ થયો છે ત્યારે નવરાત્રીના નોરતાના બીજા દિવસે જ્ઞાતિના વડીલો, આગેવાનો, દાતાશ્રીઓ તેમજ દેશ વિદેશથી જ્ઞાતિજનોએ ખાસ હાજરી તેમના કર કમળ હસ્તે આદ્યશક્તિ જગદંબા માતાજી આરતી સ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ મહેર સમાજના ખેલૈયાઓ ભાઈઓ બહેનો એ રાસ ગરબાની રમઝટ બોલાવી રાસ ગરબા માં રંગત લાવી હતી.
નવરાત્રી પર્વના નવ દિવસ સુધી "માં આદ્યશક્તિ"ના અલગ અલગ નવ રૂપનું પૂજન તેમજ અનુષ્ઠાન કરવામાં આવે છે જેમાં નવરાત્રિના આજના બીજા દિવસે નવદુર્ગાના બીજા સ્વરૂપ એટલે બ્રહ્મચારિણીની માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે જ્યાં બ્રહ્મ‌નો અર્થ તપસ્યા અને ચારિણી નો અર્થ આચરણ કરનારી થાય છે આમ બ્રહ્મચારિણી અર્થાત તપનું આચરણ કરનાર માતા, ત્યારે શ્રી મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત મહેર મહિલા વિકાસ મંડળના બહેનો દ્વારા માતાજીની માંડવીને ફૂલોથી શણગારી માતાજીને પ્રસાદરૂપી ભોગ ચઢાવવામાં આવે છે અને બોહોળી સંખ્યામાં જ્ઞાતિજનોની હાજરીમાં માતાજીના પુરા ભક્તિ ભાવથી આરતી કરવામાં આવે છે, માતાજીને પ્રસાદ રૂપે ચડાવવામાં આવેલ ભોગ લોકોના તન અને મનને સ્વસ્થ નિરામય અને સાત્વિક બનાવે અને સારા વિચારોનું પ્રસાર કરાવે એવી મા જગદંબાને પ્રાર્થના કરવામાં આવે છે.
માતાજીની આરતી બાદ ભાઈઓ બહેનો દ્વારા જ્ઞાતિની પરંપરા અને સંસ્કૃતિને શોભે એવા પ્રાચીન રાસ ગરબાના સુરતાલ સાથે માતાજીના ગરબા રમવામાં આવે છે. નવરાત્રીના નોરતાના બીજા દિવસે જ્ઞાતિના વડીલો, આગેવાનો, દાતાશ્રીઓ તેમજ દેશ વિદેશથી જ્ઞાતિજનોએ ખાસ હાજરી આપી હતી જેમાં હીરાબેન અર્જુનભાઈ મોઢવાડિયા તથા વિદેશથી પધારેલ ભીખુભાઈ ગોરાણીયા જયેશભાઈ સીડા અને મહેર જ્ઞાતિના મણિયારા રાસને દેશ-વિદેશમાં ખ્યાતિ અપાવનાર રાણાભાઇ સીડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજશીભાઇ પરમાર,
પૂર્વ યુવા ભાજપ પ્રમુખ અજયભાઈ બાપોદરા અને ભીમભાઇ ઓડેદરા, જ્ઞાતિના વકીલ ભાઈઓ કનુભાઈ ઓડેદરા , હરભમભાઈ ચુંડાવદરા, સૂકલ્પ મેગેઝિનના તંત્રી ગાંગાભાઈ સરમા, વિક્રમભાઈ ઓડેદરા,અરજણભાઈ ખીસ્તરિયા, નવઘણભાઈ મોઢવાડીયા , કારાભાઈ કેશવાલા સહિતના જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સંસ્થા દ્વારા યોજવામાં આવતા નવરાત્રી રાસોત્સવના ગરબા દેશ-વિદેશમાં વસતા જ્ઞાતિજનો લાઈવ પ્રસારણ નિહાળી શકે તેવા ઉદ્દેશથી સંસ્થાની યુટ્યુબ ચેનલ તથા સ્થાનિક જીટીપીએલ ચેનલના માધ્યમથી મહદ અંશે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે જેનો લાભ‌ જ્ઞાતિજનો ઘર બેસીને પણ લઈ રહ્યા છે.
ખેલૈયા દ્વારા ગરબા રમી માતાજીની આરાધના કરે છે ત્યારે સંસ્થા દ્વારા આ ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા શ્રેષ્ઠ ખેલૈયાઓને પણ શિલ્ડ તથા પુરસ્કાર આપી તેમને કલાને બિરદાવવામાં આવે છે
આમ સંસ્થાના આયોજકો દ્વારા જ્ઞાતિની એકતા, સંસ્કૃતિ અને પરંપરાના સંવર્ધન માટે નવરાત્રી રાસોત્સવનું આયોજન કરી માં આદ્યશક્તિની આરાધના સાથે ગરબા પુરા ભક્તિભાવથી ગરબા રમે છે. નવરાત્રી દરમિયાન સમગ્ર કાર્યક્રમનું સુંદર સ્ટેજ સંચાલન સંસ્થાના પ્રવક્તા પોપટભાઈ ખુંટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રેસ રિપોર્ટર વિરમભાઈ કે આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.