બોટાદમાં સ્માર્ટ મીટરને લઈને હોબાળો/વિરોધ:ખોજાવાડી વિસ્તારમાં સર્વે માટે આવેલા GEBના કર્મચારીઓને રહીશોએ અટકાવી વિરોધ નોંધાવ્યો; કર્મચારીઓએ ચાલતી પકડી - At This Time

બોટાદમાં સ્માર્ટ મીટરને લઈને હોબાળો/વિરોધ:ખોજાવાડી વિસ્તારમાં સર્વે માટે આવેલા GEBના કર્મચારીઓને રહીશોએ અટકાવી વિરોધ નોંધાવ્યો; કર્મચારીઓએ ચાલતી પકડી


(રિપોર્ટ અસરફ જાંગડ)
સમગ્ર રાજયમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ વચ્ચે હોબાળો થઈ રહ્યો છે. ત્યારે બોટાદમા આજે સ્માર્ટ મીટરને લઈને વિરોધ અને હોબાળો કરાયો હતો. શહેરનાં ખોજાવાડી વિસ્તારમાં PGVCLના જી.ઈ.બી કર્મચારીઓ દ્વારા સ્માર્ટ મીટરને લઈને સર્વે કરવામાં આવતા વિસ્તારના રહિશોએ વિરોધ અને હોબાળો કર્યો હતો. અને સ્માર્ટ મીટરનું સર્વે કરવાની કામગીરી અટકાવી દીધી હતી કર્મચારીઓએ ચાલતી પકડી. સ્માર્ટ મીટરનો વિરોધનો વીડિયો સામે આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.