જાયન્ટ્સ મોડાસા સહિયર દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત રોજગાર તાલીમ શિબિર યોજાઈ. - At This Time

જાયન્ટ્સ મોડાસા સહિયર દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત રોજગાર તાલીમ શિબિર યોજાઈ.


જાયન્ટ્સ મોડાસા સહિયર દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના સહકાર થી શ્રી જલારામ ક્લાસીસ મોડાસા માં મહિલા સશક્તિકરણ અંતર્ગત રોજગાર તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લો ટ્રાયબલ જિલ્લો છે તેમાં શ્રી જલારામ ક્લાસીસ મોડાસા ખાતે જિલ્લાના અંતરિયાળ ગામડામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આવી રહ્યા છે ભારત સરકાર સ્ત્રીઓને સશક્ત આત્મ નિર્ભર બનાવવા ઘણી યોજનાઓ બહાર પાડે છે તેને અનુલક્ષી આજે જાયન્ટ્સ મોડાસા સહિયર દ્વારા સ્ટેટ બેન્ક મોડાસા ના બ્રાન્ચ મેનેજર શ્રી સની ખીલવાણી એ બહેનોને પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચાલુ રાખવી નોકરી હોય તો પણ ચાલુ રાખવી તેની સાથે પાર્ટ ટાઈમ માં આ જોબ કરી પોતાનું આર્થિક બેલેન્સ કેવી રીતે ઊભું કરી શકીએ અને આત્મ નિર્ભર બની સ્વરોજગારી મેળવીએ તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું
આ કાર્યક્રમને શ્રી જલારામ ક્લાસીસ મોડાસાના ઓનર્સ ઉર્મિલાબેન સોલંકી ના સંચાલક પુત્રી અમિતા સોલંકી દ્વારા સૌપ્રથમ સર્વેનું સ્વાગત પ્રવચન આપ્યું હતું ત્યારબાદ પ્રાર્થના અને સર્વે મહેમાનોનું ફુલછડી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગ સામાજિક કાર્યકર જીવ દયા પ્રેમી નિલેશ જોશી ના અધ્યક્ષ સ્થાને યોજાયો તેમણે સ્ત્રી સશક્તિકરણ વિશે સામાજિક સત્ય ધાર્મિક ગ્રંથ ના દ્રષ્ટાંતો જણાવી બહેનોની આગળ પ્રગતિ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મોડાસા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ વનીતાબેન પટેલ જે શિક્ષક, આચાર્ય,સામાજિક, તેમજ રાજકીય નો ખુબ પહોળો અનુભવ ધરાવે છે અને પોતે પણ એક સ્ત્રી તરીકે આર્થિક સંક્રામણ માંથી કેમ બહાર આવવું તેનુ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું સ્ટેટ બેંક મેનેજર મનીષાબેન રાઠોડ દ્વારા તેમણે પણ પાર્ટ ટાઈમ જોબમાં પોતાના અનુભવ વિશે બહેનોને સુંદર માર્ગદર્શન આપ્યું
આ કાર્યક્રમમાં જાયન્ટ્સ મોડાસા સહિયર મંત્રી છાયાબેન સોની મુકુંદભાઈ સોની, વિનોદભાઈ ભાવસાર, કલ્પેશ પંડ્યા, રામભાઈ પટેલ,ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના પત્રકારો જોડાયા હતા છેલ્લે કિંજલબેન ખાંટ દ્વારા આભાર વિધિ કરવામાં આવી આ સમગ્ર કાર્યક્રમ સંચાલન જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ના ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.