આંસોદર પ્રાથમિક શાળામાં ગીતા જયંતિ કાર્યક્રમની  ઉજવણી કરવામાં આવી - At This Time

આંસોદર પ્રાથમિક શાળામાં ગીતા જયંતિ કાર્યક્રમની  ઉજવણી કરવામાં આવી


દામનગર ના આંસોદર પ્રાથમિક શાળામાં ગીતા જયંતિ કાર્યક્રમની  ઉજવણી કરવામાં આવી હતી.પ્રથમ અધ્યાય 12 અને અધ્યાય 15 નું સમૂહગાન કરવામાં આવેલ.દીપ પ્રાગટ્ય સાથે ગામ આગેવાનોને આવકાર્યા હતા.સંસ્કૃત શિક્ષક અને આચાર્ય શ્રી સુરેશભાઈ નાગલાએ દિન મહિમા વિશે વાકેફ કરેલ.આ કાર્ય ક્રમ માં 178 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો.ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને આચાર્ય શ્રી એ શુભેચ્છાઓ  પાઠવી હતી.ભગવદ ગીતા વિશે સમજાવતા આચાર્ય શ્રી એ શ્રીકૃષ્ણ અને અર્જુન નો મિત્ર ભાવ સમજાવ્યો.આધુનિક સમયમાં બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કારોના દઢીકરણ ની માગ છે.સંસ્કારીતાથી જીવનનું ઘડતર  થાય છે.આના અનુસંધાનમાં શ્રી આંસોદર  પ્રાથમિક  શાળામાં ગીતા જયંતિની ઉજવણી કરવામા આવેલ.જેમાં મારુ પ્રિય પુસ્તક  ભગવદ ગીતા.એ વિષય પર બાળકોએ પોતાની સમજ રજૂ કરેલ.ગીતા પઠન સ્પર્ધા અધ્યાય  12 અને 15 નું પઠન કરવામાં આવેલ.ગીતા કૌશલ્ય  કસોટી,ચિત્ર સ્પર્ધા, રંગ પૂરણી, સંસ્કૃત વાતાઁ કથન  અને રંગોળી સ્પર્ધા શ્લોક ગાન નું આયોજન  કરવામાં આવેલ.આ તમામ સ્પર્ધા માટેનું સાહિત્ય  ગીતા મંદિર વડોદરા 4 તરફથી પુરૂ પાડવામાં આવેલ.આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા જયતુ સંસ્કૃતં જયતું ભારતં. ગીતા પઢે  પઢાયે જીવનમે  લાયે.

જય શ્રીકૃષ્ણ 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.