દેલવાડા ની દીકરી વાઢેર દીક્ષિકા બેને નેશનલ દોડ 200 મીટર નાગપુર મુકામે મેળવ્યો ગોલ્ડ મેડલ... - At This Time

દેલવાડા ની દીકરી વાઢેર દીક્ષિકા બેને નેશનલ દોડ 200 મીટર નાગપુર મુકામે મેળવ્યો ગોલ્ડ મેડલ…


દેલવાડા ની વાઢેર દિક્ષિકાબેન માવજીભાઈ ને મળ્યો દોડ માં ગોલ્ડ મેડલ

ગીર સોમનાથ જિલ્લા ના સોમનાથ સાયન્સ એકેડેમી કોડીનાર એથલેટિક્સ સ્કૂલમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી વાઢેર દીક્ષિકાબેન માવજીભાઈ વાઢેર 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ઉના દેલવાડા અને વાઢેર પરિવાર નું ગૌરવ વધારેલ છે.

સોમનાથ સાયન્સ એકેડેમી કોડીનાર ધોરણ ૧૨ માં એથ્લેટીકસ સ્કૂલ માં અભ્યાસ કરતી દીક્ષિકાબેન માવજીભાઈ વાઢેર એ આજરોજ તારીખ ૦૫ /૦૯ / ૨૪ ના મહારાષ્ટ્રના નાગપુર મુકામે ૩૫ મી વેસ્ટ ઝોન જુનિયર નેશનલ એથ્લેટિકસ ચેમ્પિયનશિપ ૨૦૨૪ માં ૨૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો. ઉના દીવ ટાઇમ્સના તંત્રી માવજીભાઈ વાઢેર ની પુત્રી દીક્ષિકાબેન વાઢેરે ૨૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને વાઢેર પરિવાર તેમજ સોમનાથ સાયન્સ એકેડેમી ના વડા કરસનભાઈ સોલંકી, મેનેજર રણજીતભાઈ દાહિમાં, તેમજ કોચ ગજાનંદ મિસ્ત્રી, દિનેશ ડોડીયા , બાબુભાઈ ગોહિલ ,હેતલબેન ઝાલા વગેરે દિક્ષિકા બેનને શુભેચ્છાઓ પાઠવી તેમજ અભિનંદન આપ્યા હતા અને ઉતરોત્તર પ્રગતિ કરે એવા આશિષ આપીયા.

રિપોર્ટર:-માવજીભાઈ વાઢેર ઉના ગીર સોમનાથ


7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.