શ્રી એસ.કે. શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ.એમ. આર્ટ્સ કોલેજ, મોડાસા.વૃક્ષારોપણ કરી વિશ્ર્વ પર્યાવરણ દિવસે સમાજને ગ્રીન સંદેશ “વૃક્ષ વાવો પર્યાવરણનું જતન કરો નો સંદેશો આપ્યો
પ્રથમ 1972 માં વિશ્વ પર્યાવરણ દિવસ ઊજવવાનું શરૂ થયું. વિજ્ઞાનનું પર્યાવરણના ક્ષેત્રમાં ઘણુ મોટું પ્રદાન છે તેની ખૂબ ઓછાને ખબર હોય છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણના આ વિશિષ્ટ દિવસનો થીમ છે. “આપણી ભૂમિ, આપણું ભવિષ્ય” :વિશ્વ આખું જે જમીન છે, એનું ધ્યાન રહે તો જ ભવિષ્ય ઉજ્જવળ રહેવાનું છે. માનવે કુદરત સાથે સુમેળથી લાંબુ સંતુલન સાધીને જીવવું જરૂરી છે.પ્રકૃતિ : પૂજનીયભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ તથા પર્યાવરણને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. માણસના શરીરનું નિર્માણ પણ પ્રકૃતિના પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ પાંચ તત્વોથી બનેલું છે. જ્યાં સુધી આ પાંચેય તત્વોનું પ્રમાણ જળવાઈ રહે ત્યાં સુધી માણસ સ્વસ્થ રહે છે. પ્રકૃતિ વગર માણસ જીવી શકતો નથી. પૃથ્વીનો અર્થ પહાડ, વૃક્ષો, નદીઓ, સરોવરો, ખડકો ખનિજ પદાર્થો, આબોહવા, ઋતુઓ વગેરે છે. પ્રકૃતિનું રક્ષણ કરવું એ જ તેની સાચી પૂજા છે.લીમડો, આમળા, તુલસી, વડ , પીપળો વગેરે વૃક્ષો ઓક્સિજન આપે છે અને પર્યાવરણ ને શુધ્ધ રાખે છે.
જો આપણે વૃક્ષો કાપતા રહીશું તો જગતમાં માત્ર બે જ રંગ બચશે : કાળો અને સફેદ.તો આપણે પણ તન, મન, ધનથી થાય તેટલું પ્રકૃતિનું રક્ષણ કરીએ.વિશ્વ ઉદાહરણ થી જ બદલાશે , આપણા અભિપ્રાય થી નહીં.આજે વૃક્ષ નો છોડ વાવો આવનારી પેઢી નું વિચારો. મિશન ગ્રીન મોડાસા શ્રી મ લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિતશ્રી એસ.કે. શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ.એમ. આર્ટ્સ કોલેજ, મોડાસા.કોલેજ કેમ્પસ માં કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વી. શાહ , પ્રિન્સીપાલ ડૉ.દીપકભાઈ એચ. જોષી, અધ્યાપકો અને વિધાર્થીઓ એ વૃક્ષારોપણ કરી વિશ્ર્વ પર્યાવરણ દિવસે સમાજને ગ્રીન સંદેશ “વૃક્ષ વાવો પર્યાવરણનું જતન કરો” આપ્યો.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.