તીર્થ ધામ ઘેલા સોમનાથ ખાતે દિગંબરોએ કરતબો કરી ઘેલા નદીમાં સ્નાન કર્યું
તીર્થ ધામ ઘેલા સોમનાથ ખાતે દિગંબરોએ કરતબો કરી ઘેલા નદીમાં સ્નાન કર્યું
જસદણ નજીક આવેલ ઘેલાસોમનાથ ખાતે પ્રથમ વખત રવેડી નીકળી જેમાં ઘેલાસોમનાથ થી દોઢેક કિલોમીટર મેળા નજીકના પરિસર ખાતે વિધ વિધ કરતબો બતાવી તલવાર બાજી લાઠી દાવ અંગકસરત સંતો મહંતો ઝૂમી ઉઠ્યા હતા. મહાદેવ સાનિધ્યમાં સાધુ સંતો અને દિગંબરો શિવ કા દાસ કભી માં ઉદાસના નાદ તો ક્યાંક હર હર મહાદેવ ના નાદ થી પરિસર પુલકિત બન્યું હતું જૂનાગઢ શિવરાત્રી બાદ દામોકુંડ માં જેમ આ યાત્રા પૂર્ણ થતી હોય છે, તેમ ધેલાસોમનાથ નજીક સુંદર વાતાવરણ વચ્ચે ધેલા નદીમાં દિગંબરો એ સ્નાન કરી ઘેલાસોમનાથ દાદા દર્શન આરતી લ્હાવો માણ્યો હતો આ તકે ઘેલાસોમનાથ મંદિરના તમામ સ્ટાફ પૂજારી વહીવટ કર્તા સહિત આજુબાજુ પંથકના તેમજ રાજકોટ ગોંડલ ભાવનગર જામનગર કચ્છ સહિતના ભાવી ભક્તો દિગંબર તેમજ પ્રથમ શિવાલય સમાં ઘેલાસોમનાથ દાદા દર્શન કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.