ધંધુકા, ધોલેરા સહીત જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ.
ધંધુકા, ધોલેરા સહીત જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ.
અમદાવાદ જિલ્લાના ધંધુકા, ધોલેરા સહીત સમગ્ર જિલ્લાના 450 ઉપરાંત આરોગ્ય કર્મીઓ બે દિવસ થી અચોક્કસ મુદત માટે હડતાલ ઉપર ઉતરી ગયા છેં. જેને લઈને આમ જનતાની આરોગ્ય સેવાઓ ઉપર અસર જોવા મળી રહી છેં.
ધંધુકા, ધોલેરા સહીત અમદાવાદ જિલ્લા તથા સમગ્ર રાજ્યમાં આરોગ્ય કર્મચારી તારીખે 17 થી અચોક્કસ મુદતની હડતાલના અપાયેલા આદેશના પગલે ધંધુકા, ધોલેરા સહીત વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ, બાવળા, ધોળકા, દસ્ક્રોઈ, સીટી સહીતના અમદાવાદ આરોગ્ય કર્મચારી છેલ્લા બે દિવસથી અચોકકસ મુદત માટે હડતાલ ઉપર ઉતરી ગયા છેં.
સોમવારનાં દિવસે આરોગ્ય કર્મચારીઓએ અમદાવાદ આરોગ્ય વિભાગ ખાતે તેમની મંગણીને લઈને દેખાયો કર્યા હતા.
જિલ્લા કક્ષાના સુપરવાઈઝર ભાઈ બહેનોને ગ્રેડ પે ખાતાકીય પરીક્ષા રદ કરવા અને ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરવા ઉચ્ચતર પગાર ધોરણ, ટેક્નિકલ ગ્રેડ પે આપવાની મંગાણીઓ ધરી ધંધુકા ધોલેરા સહીત સમગ્ર જિલ્લાના 450થી વધારે આરોગ્ય કર્મીઓએ અમદાવાદ જિલ્લા તથા તાલુકામાં લેખિત રજૂઆતો કરી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
