વિસાવદર તાલુકાના ઘોડાસણ થી જાંઝેસર મોટા ભલગામ રોડનું કામ થયું શરૂ મુસાફરોની મુશ્કેલી થઇ દૂર
વિસાવદર તાલુકાના ઘોડાસણ થી જાંઝેસર મોટા ભલગામ રોડનું કામ થયું શરૂ મુસાફરોની મુશ્કેલી થઇ દૂર.
વિસાવદર
વિસાવદર તાલુકાના છેવાડાના એવા ઘણા ગામડા છે, કે, ત્યાં રોડ રસ્તાની ભારે મુશ્કેલી લોકોએ વેઠવી પડે છે. તેમનું એક ગામ એટલે ઘોડાસણ ત્યાંથી મોટા ભલગામ તરફ જવા માટે વાયા જાંઝેસર થઇ જવા માટેનો રસ્તો છેલ્લા પાંચ વર્ષ થી બિસ્માર હાલતમાં હતો. લોકો મુસાફરી દરમ્યાન ખુબ હેરાન પરેશાન થતા. પરંતુ થોડાક સમયથી આ રોડનું કામ શરુ થયેલ છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થઇ જશે. જેથી ઘોડાસણ થી જાંઝેસર થઇ મોટા ભલગામ જવા માટે હવે મુશ્કેલી નહીં રહે.
આ રસ્તાનું કામ શરૂ થતા આ પંથકના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. જો, વિસાવદર તાલુકાના અન્ય ગામોમાં પણ આ પ્રમાણે જ્યાં રસ્તાની તકલીફ છે તે દૂર થાય તેવી લોક માંગણી થઇ રહી છે.
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.