જાયન્ટ્સ મોડાસા તેમજ જેસીસ મિલ્ક કમિટી સંયુક્ત,(લેસર થી મસા ભગંદર ) તપાસ નિઃશુલ્ક કેમ્પ મોડાસા ખાતે આયોજન. - At This Time

જાયન્ટ્સ મોડાસા તેમજ જેસીસ મિલ્ક કમિટી સંયુક્ત,(લેસર થી મસા ભગંદર ) તપાસ નિઃશુલ્ક કેમ્પ મોડાસા ખાતે આયોજન.


જાયન્ટ્સ મોડાસા તેમજ જેસીસ મિલ્ક કમિટી સંયુક્ત,(લેસર થી મસા ભગંદર ) તપાસ નિઃશુલ્ક કેમ્પ મોડાસા ખાતે આયોજન
જાયન્ટ્સ મોડાસા તેમજ જેસીસ મિલ્ક કમિટી સંયુક્ત મોડાસા ખાતે મસા-હરશ ભગંદર નું લેસરથી નિ:શુલ્ક તપાસ કેમ્પ શ્રી સરસ્વતી બાલ મંદિર ડીપ શાખા શામળાજી રોડ મોડાસા ખાતે આયોજન કરવામાં આવ્યુ
અમદાવાદના પ્રખ્યાત ડોક્ટર કમલેશ રામ (લેસર એનોરેકટલ અને લેપ્રોસ્કોપી સર્જન) તેમની ટીમ નુ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ના વાઇસ ચેરમેન તેમજ શાળા મંડળના પ્રમુખશ્રી નિલેશ જોષી, જાયન્ટ્સ મોડાસા ના પ્રમુખ પ્રવીણ પરમાર અને જેસીસ મિલ્ક કમિટીના ચેરમેન શ્રી નવનીત ભાઈ પરીખ અન્ય સભ્યો દ્વારા સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી મહેમાનો નું શાબ્દિક તેમજ ફૂલછડી થી સન્માનિત કરવામાં આવ્યા
આ કેમ્પમાં સોશિયલ મીડિયા દ્વારા ગ્રુપમાં જાહેરાત કરવામાં આવી તેમાં ઓનલાઈન ૪૨ સભ્યોની નોંધણી થઈ તેમ જ સ્થળ પર ૩૪ વ્યક્તિઓ એમ કુલ ૭૬ દર્દીઓએ આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો તેમાંથી ૧૪ વ્યક્તિઓને ઓપરેશન કરવા માટે ડોક્ટરે ભલામણ કરી હતી
આ કેમ્પને સફળ બનાવવા માટે શાળા મંડળના પ્રમુખ નિલેશભાઈ જોશી જેસીસ પરિવાર, જાયન્સ પરિવાર, જાયન્ટ્સ સભ્ય વિનોદભાઈ ભાવસાર ,નિકેશ પરમાર મુકુંદભાઈ શાહ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.