સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસ મથકોમાં હવે પીઆઇ કક્ષાના અધિકારીઓ મૂકાશે.
ગુજરાત રાજયના પોલીસ વિભાગમાં 874 નવી જગ્યાઓ મંજુર કરવામાં આવી
ગુજરાત રાજયના 200 પોલીસ મથકોને હવે પીએસઆઈ માંથી પીઆઈ કક્ષાના બનાવવામાં આવનાર છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 11 પોલીસ મથકનો સમાવેશ કરવામાં આવ્યો છે સ્ટ્રેન્થનીંગ ઓફ હ્યુમન રીસોર્સ ફોર ઓપરેશનન્સ, ડીટેકશન એન્ડ હેન્ડલીંગ ઓફ લો એન્ડ ઓર્ડર ઈસ્યૂસ (શોધ) યોજના અંતર્ગત રાજયમાં પોલીસ અધિકારી અને કર્મચારીની 874 નવી જગ્યાઓ હંગામી ધોરણે મંજુર થઈ છે જેમાં 200 બિન હથિયારી પીઆઈ, 300 બિન હથિયારી પીએસઆઈ, 280 બિન હથિયારી એએસઆઈ, 94 હથિયારી એએસઆઈની જગ્યાઓ મંજૂર થઈ છે આ ઉપરાંત રાજયના 200 પોલીસ મથકોને હવે પીએસઆઈ માંથી પીઆઈ કક્ષાના બનાવવામાં આવનાર છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 11 પોલીસ મથકનો સમાવેશ થયો છે રાજકોટ રેન્જ હેઠળ આવતા સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર, વઢવાણ, સુરેન્દ્રનગર બી ડીવીઝન, લીંબડી, સાયલા, ચૂડા, મૂળી, લખતર, પાટડી, બજાણા, નાની મોલડી પોલીસ મથકમાં હવે પીઆઈ કક્ષાના અધિકારી મુકાશે આ નિર્ણયથી સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વિભાગને એક નવુ બળ મળશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.