રાજકોટ-અમદાવાદ હાઇવે પર હીરાસર એરપોર્ટના બે કર્મચારીનાં મોત, અકસ્માત સર્જી ચાલક ફરાર - At This Time

રાજકોટ-અમદાવાદ હાઇવે પર હીરાસર એરપોર્ટના બે કર્મચારીનાં મોત, અકસ્માત સર્જી ચાલક ફરાર


રાજકોટ અમદાવાદ હાઇવે વધુ એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મંગળવાર રાત્રિના 8 વાગ્યા આસપાસ રાજકોટ અમદાવાદ હાઇવે પર હીરાસર એરપોર્ટ નજીક પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઇકને અડફેટે લેતાં રાજકોટ હિરાસર એરપોર્ટમાં ફરજ બજાવતા બે કર્મચારીનાં મોત નીપજ્યાં છે. બનાવ અંગે જાણ થતા પોલીસ દ્વારા મૃતદેહને હોસ્પિટલ ખસેડી અકસ્માત સર્જી નાસી છૂટનાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.