ભાવનગરનાં ગારીયાધારમાં એસ.વી.બી. ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી - At This Time

ભાવનગરનાં ગારીયાધારમાં એસ.વી.બી. ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી


ભાવનગરનાં ગારીયાધારમાં એસ.વી.બી. ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી.

ગારીયાધારનાં પાલિતાણા રોડ પર આવેલ એસ વી બી સ્ટેડિયમ ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી આજની જાહેર સભામાં પાટીદાર નેતા અલ્પેશ ભાઇ કથીરીયા. ધાર્મીકભાઇ માલવિયા દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હાથે ખેંચ પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાયાં સાથે સાથે ગારીયાધાર નગરપાલિકાનાં ૭ કોર્પોરેટર કોગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમજ પત્રકાર એકતા પરીષદનાં પ્રદેશ પ્રમુખ લાભુભાઇ કાત્રોડીયા માનનીય અરવિંદ કેજરીવાલનાં હાથે ખેંચ પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાયા

આ જાહેર સભાને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અને પંજાબનાં મુખ્ય મંત્રી ભાગવંત માન પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાળીયા.મનોજભાઇ સોરઠીયા. પ્રવિણ રામ તેમજ પાંચુભાઇ આહિરે સંબોધી હતી

પંજાબના મુખ્યમંત્રી ભાગવંત માને ગારીયાધાર ખાતે જણાવ્યું હતું કે હમ નેતા બનને નહિ આપકો નેતા બનાને કે લિયે આયે હૈ આ ધનવાનોની પાલ્ટી નથી પણ આમ આદમીની પાલ્ટી છે એટલે આમ આદમી નેતા બની શકે છે

તેમજ આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપા સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવા ઝાડુના નિશાન પર મત આપવા જણાવ્યું હતું જો આપણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવિશુ તો દિલ્હી. પંજાબની સાથે સાથે ગુજરાતમાં મોંઘવારી નાબુદ થશે તેમજ વિજળી. શિક્ષણ.આરોગ્ય ફ્રિ કરી આપીશુ

આમ આદમી પાલ્ટીથી ભાજપા એટલી ડરી ગઈ છે કે આઇ.બીને તપાસ કરી રીપોર્ટ કરવા કહેતા આઇ બી એ ગુજરાતમાં આ ચુંટણીમાં ૯૨ સીટ આમ આદમી જીતે છે પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ૧૫૦ સીટ પર વિજય મેળવી આમ આદમી પાર્ટીની સરકાર બનાવશે તેમ કેજરીવાલે જણાવ્યું હતું

આજની આમ આદમી પાર્ટીની જાહેર સભામાં હજારો લોકો હાજર રહી ૧૦૧ ગારીયાધાર વિધાનસભાનાં ઉમેદવાર સુધીરભાઇ વાઘાણીને જંગી બહુમતીથી જીતાડવા કોલ આપ્યા હતા

રીપોટર-અશોક ચૌહાણ

જેસર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.