સાબરકાંઠા જિલ્લાના પશુ ચિકિત્સક અને પાયલોટ કમ ડ્રેસર ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ થી હૈદરાબાદ ખાતે સન્માનિત કરાયા - At This Time

સાબરકાંઠા જિલ્લાના પશુ ચિકિત્સક અને પાયલોટ કમ ડ્રેસર ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ થી હૈદરાબાદ ખાતે સન્માનિત કરાયા


(આબીદઅલી ભુરા સાબરકાંઠા )
ઈ.એમ.આર. આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સાબરકાંઠા ઇડર તાલુકાના જાલિયા બેઝ લોકેશન ના દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના માં ફરજ બજાવતા પશુ ચિકિત્સક અને પાયલોટ કમ ડ્રેસર ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ થી હૈદરાબાદ ખાતે સન્માનિત કરાયા.

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકાર અને ઈ .એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે ૧૫ મોબાઈલ પશુ દવાખાના , ૧ મોબાઈલ વેટરનરી યુનિટ તેમજ ૧ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાં પશુ ચિકિત્સક ડૉ. એઝાઝ મેમણ અને પાયલોટ કમ ડ્રેસર ભગતસિંહ સોલંકી દ્વારા ગાયને રૂમેનોટોમી જેવી જટિલ સર્જરી કરી ગાયનો જીવ બચાવ્યો હતો. તે બદલ આજ રોજ ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ ના ચેરમેન ડૉ. જી.વી.કે. રેડ્ડી દ્વારા મેડલ અને પ્રમાણ પત્ર દ્વારા પશુ ચિક્તસક અને પાયલોટ કમ ડ્રેસર ને સન્માનિત કરાયા કતા. તેમજ ગુજરાત ઈ.એમ.આર.આઇ ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.