શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી
શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી
દિવ્યાંગતા પ્રમાણપત્ર થકી સોનલબેનની ચિંતાઓ થઈ દૂર
સરકારની ટેકો મળતા હવે હું મારા પરિવાર પર બોજ બનીને નહીં પરંતુ સ્વમાનભેર જીવન જીવીશ: દિવ્યાંગ લાભાર્થી સોનલબેન પઢિયાર
બોટાદના નાગલપર ગામના વતની સોનલબેન નાથાભાઈ પઢિયાર પ્રજ્ઞાચક્ષુ છે, અને તેમનો પરિવાર હીરા ઘસી ગુજરાન ચલાવે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સોનલબેનને દિવ્યાંગતા પ્રમાણપત્ર એનાયત કરાતા હવે તેમની ચિંતાઓ દૂર થઇ છે.
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન બોટાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દિવ્યાંગોને દિવ્યંગતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સોનલબેનને પણ સરકાર તરફથી ખુશીઓની ચાવી રૂપે આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. છેવાડાના માનવીની દરકાર કરતી ગુજરાત સરકાર દિવ્યાંગો માટે સતત કાર્યશીલ છે. દિવ્યાંગોના પડખે સરકાર તેમના પરિવારના સભ્ય જેમ જ ઉભી રહે છે. જેથી દિવ્યાંગજનો સુગમતાપૂર્વક જીવન વ્યતિત કરી શકે છે.
દિવ્યાંગતા પ્રમાણપત્ર મળતા સોનલબેને પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, “દિવ્યાંગતા પ્રમાણપત્ર એ મારા પરિવારની ચિંતા હળવી કરી છે. સરકાર મારા જેવા દિવ્યાંગોની પૂરેપૂરી કાળજી રાખી રહી છે. મારા પરિવાર માટે આજનો દિવસ યાદગાર બની રહેશે. સરકારશની અનેક યોજનાઓના લાભ થકી હવે હું મારા પરિવાર પર બોજ બનીને નહીં પરંતુ સ્વમાનભેર જીવન પસાર કરી શકીશ.”
શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી છે. જેનો લાભ પ્રાપ્ત કરીને દિવ્યાંગો સશક્ત બની રહ્યા છે. દિવ્યાંગતા એ અભિશાપ કે ઓશિયાળા પણું ન બને અને દિવ્યાંગો પણ આત્મસન્માનથી જીવન જીવતા થાય તેવો સરકારશ્રીનો અભિગમ રહ્યો છે. જેના થકી સોનલબેન જેવાં અનેક દિવ્યાંગો ગૌરવભેર જીવન પસાર કરી રહ્યા છે.
Report by Ashraf jangad 9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.