રાજકોટ જિલ્લામાં નાગરિકો આચારસંહિતા ભંગ પર રાખે છે ચાંપતી નજર, સી-વિજીલ એપ પર 27 ફરિયાદ કરી - At This Time

રાજકોટ જિલ્લામાં નાગરિકો આચારસંહિતા ભંગ પર રાખે છે ચાંપતી નજર, સી-વિજીલ એપ પર 27 ફરિયાદ કરી


રાજકોટ જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતા અમલી છે. ત્યારે વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો સી-વિજીલ (C-Vigil) એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાંથી આજે આવેલી પાંચ ફરિયાદો સહિત કુલ 27 ફરિયાદોનો ચૂંટણીતંત્ર દ્વારા ગણતરીની મિનિટોમાં જ નિકાલ કરાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.