ફ્લેટમાં બેસી ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયો - At This Time

ફ્લેટમાં બેસી ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયો


ગુંદાવાડી મેઈન રોડ પર ફ્લેટમાં બેસી ક્રિકેટ સટ્ટો રમતો વેપારી રાજન રાજદેવને પીસીબીની ટીમે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પંટર Setwinn.777.club આઈડીમાં જુગાર રમતો હોવાનું ખુલ્યું હતું.
દરોડાની વિગત મુજબ, પીસીબો પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.હુણ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના એએસઆઈ મયુર પાલરીયા કોન્સ્ટેબલ હીરેન સોલંકી, નગીન ડાંગરને રાજન રાજદેવ નામનો શખ્સ ગુંદાવાડી મેઈન રોડ પર મથુરભાઈ રાજદેવ ચોક પાસે આવેલ નીરાલી કોમ્પલેક્ષ ત્રીજા માળે આવેલ ફલેટ નં.4 માં પોતાના મોબાઇલ ફોનમાં આઇડી મારફતે ક્રિકેટ મેચ ઉપર રન ફેરના સોદા કરી પૈસાની હાર-જીતનો જુગાર રમાડે છે.
તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ફ્લેટમાં જતાં હોલમાં બેસેલ શખ્સને અટક કરી તેનું નામ પૂછતાં પોતાનુ નામ રાજન મનીષ રાજદેવ (ઉ.વ.32),( રહે. જાગનાથ પ્લોટ શેરી નં.16/ 18 કોર્નર તનીષ્ક જવેલર્સ વાળી શેરી) હોવાનું જણાવ્યું હતું.
તેમજ હોલમાં ટેબલ ઉપર રહેલ મોબાઇલ ફોન જોતા સ્ક્રીન પર સેટવીન777.કલબ નામની આઈડીમાં ક્રિકેટ મેચ પર રન ફેરના અલગ-અલગ રકમના સોદાઓ કરી જુગાર રમાડતો હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે, આરોપી કપડાનો શો રૂમ ધરાવતાં હોવાનું જણાવ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.