ગઢડા મુકામે જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા ભાગવત સપ્તાહ રાત્રી કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું
ગઢડા મુકામે જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા ભાગવત સપ્તાહ રાત્રી કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા મુકામે જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા ભાગવત સપ્તાહ રાત્રી કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.નિર્માણ હેતુ બોટાદ રોડ સ્થિત પટેલ સમાજની વાડી ખાતે નવ દિવસ સુધી દરરોજ રાત્રે 8 થી 11 કલાક સુધી ગોપીનાથજી દેવ મંદિરના ઘનશ્યામ વલ્લભદાસજીના વ્યાસાસને ભાગવત કથાનું રસપાન કરાવશે ત્યારે મોટી સંખ્યામાં શહેરીજનો ભાગવત કથા સાંભળવા ઉમટી રહ્યા છે.ગઢડામાં ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ આયોજન ભાગવત કથાના પારંભે વાજતે કાચતે પોથી યાત્રા શહેરના મુખ્ય માર્ગ પર યોજી પટેલ સમાજની વાડી ખાતે કથાનું મંગલાચરણ કરવામાં આવ્યું હતું ભાગવત કથાના પ્રારંભે ઉપસ્થિત અગ્રણીઓ બાબુભાઈ જેબલિયા તથા મોહનભાઈ ડવ દ્વારા રથયાત્રા સમિતિના ધાર્મિક અને સામાજિક કાર્યોની સરાહના કરી દરેક લોકોને અનુકૂળ સમયે રાત્રે કથાના વિચારને વધાવી તન મન અને ધનથી સહયોગ આપવા તત્પરતા દર્શાવી હતી ભાગવત કથાના મંગલાચરણ પ્રસંગે વક્તા કો.શા.ઘનશ્યામ વલ્લભદાસજીએ ઉપસ્થિત સંતો સાંખ્ય યોગી બહેનો તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો સહિત શ્રોતાજનોને સંગીતમય ટીમ સાથે સંકીર્તન રસ તરબોળ કરી ભાગવતજીના મહાત્મય માટે છણાવટ કરી જણાવ્યું હતું કે આપણને યાદના રહે તો પણ કથા સાંભળવી જોઈએ કારણ કે કથા સાંભળવાથી આપણા મનમાં મેલ ધોવાઈ જાય છે.આ ભાગવત કથા દરમિયાન યુવાન શાસ્ત્રી છપૈયા સ્વામી દ્વારા સભા સંચાલન કરવામાં આવી રહ્યું છે.તેમજ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રથયાત્રા સમિતિની ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ:-ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.