રાજકોટમાં અઠવાડિયા પહેલાં પત્નીએ આપઘાત કર્યો, વિયોગમાં યુવકે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો
રાજકોટના યુવરાજનગરમાં અઠવાડિયા પહેલાં પત્નીએ સંતાન સુખ ન મળતાં આપઘાત કરી લીધાં બાદ તેના વિયોગમાં 30 વર્ષીય અનિલ ડાભીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આપઘાત કર્યા પહેલાં યુવકે બે વિડીયો બનાવી તેના સાસરિયાઓએ સમાધાન માટે દસ લાખ રૂપિયા માંગી હેરાન કર્યાનો ઉલ્લેખ કરી પગલું ભરી લીધું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, આજીડેમ ચોકડી પાસે યુવરાજનગર -6 માં રહેતાં અનિલભાઈ ભુપતભાઇ ડાભી (ઉ.વ.30) એ ગઈ મોડી રાતે એક વાગ્યે પોતાના ઘરે લાકડાની આડીમાં સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઈ બી.વી.સુખાનંદી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં બનાવ અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અનિલના ચાર વર્ષ પહેલા કાલાવડના મુરિલા ગામે રહેતી કાજલ નામની યુવતી સાથે લગ્ન થયાં હતાં. ચાર વર્ષ બાદ પણ સંતાન પ્રાપ્તિ ન થતાં કાજલે અઠવાડિયા પહેલાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અઠવાડિયાથી પત્નીના મોતથી વ્યથિત થયેલ અનિલે પણ મોડીરાતે આપઘાત કરી લીધો હતો.
તેમજ આપઘાત કરતાં પહેલાં અનિલ ડાભીએ બે વિડીયો બનાવ્યા હતાં. જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે, તેમની પત્નીના મોત બાદ તેમના સાસરિયાવાળાઓ સમાધાન માટે દસ લાખ રૂપિયા માંગતા હતાં. જે ત્રાસથી કંટાળી પગલું ભરૂ છું. તેમજ પોતાના પરિવાર વિષે જણાવ્યું કે, મારા મોત બાદ મારી પત્ની અને મારા અસ્થિ સાથે દામોકુંડમાં પધરાવજો તેમજ માં નું ધ્યાન રાખજો અને બધા હળીમળીને રહેજો કહીં છેલ્લા રામ રામ કરી જીવનનો અંત અણી દિધો હતો.
મૃતક મજૂરીકામ કરતો અને પાંચ ભાઈ- ચાર બહેનમાં મોટો હતો. અઠવાડિયામાં પૌત્રવધુના મોત બાદ યુવાન પુત્રનું પણ મોત થતાં દેવીપુજક પરિવારમાં કલ્પાંત સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.
રાજકોટના યુવરાજનગરમાં ત્રીસ વર્ષીય અનિલ ડાભીએ ફિલ્મી સ્ટાઇલમાં આપઘાત કરી લીધો હતો. ગઈ મોડી રાતે તે તેમની માતાની બાજુમાં સૂતો હતો બાદમાં એક વાગ્યે માતાને શંકા ન જાય તે માટે તેની પથારીમાં ઓશિકા રાખી રૂમ બહાર ફળીયામાં ફાંસો ખાઈ લીધો હતો. વ્હેલી સવારે માતાએ જોયું તો બાજુમાં પુત્ર ન હતો. જેથી બહાર તપાસ કરતાં તેમની નીચેથી જમીન શરકી ગઈ હતી. પોતાના યુવાન પુત્રને લટકતો જોઈ માતાએ આક્રંદ મચાવ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.