માંગરોળ તાલુકાના લોએજ ગામે નંદાણિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
👁 ચક્ષુદાન-મહાદાન👁
માંગરોળ તાલુકાના લોએજ ગામે નંદાણિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
માંગરોળ તાલુકાના લોએજ ગામમાં તા. 11/12/2024 ને બુધવાર,માગશર સુદ અગિયારસના રોજ સ્વ.કારાભાઈ રામસીભાઈ નંદાણિયા,ઉ.વ.૮૦નું દુઃખદ અવસાન થયેલ છે, જેઓ રામભાઈ કારાભાઈ નંદાણિયા તેમજ લખનભાઈ કારાભાઈ નંદાણિયાના પિતાશ્રી થાય છે.
આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સ્વ.કારાભાઈના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી લોએજ ગામના વતની ધર્મેશભાઈ ચાંડેરાએ કરશનભાઈ મેરામણભાઈ નંદાણિયા સાથે ટેલિફોનિક વાત કરેલ જેના માધ્યમથી શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીને જાણ કરતા, શીલ પી.એચ.સી.સેન્ટરના ગોવિંદભાઈ વાળાએ મૃતકના બન્ને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને કરશનભાઈ વાજા દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં.
ચક્ષુદાન કલેક્શન વખતે ધર્મેશભાઈ ચાંડેરાએ જરુરી મદદ અને વ્યવસ્થા કરી આપી હતી.
આજના આ ચક્ષુદાનનો સ્વિકાર પરેશભાઈ ઘેરવડા અને ધર્મેશભાઈ ચાંડેરા અને અરવિંદભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યો હતો.
ચક્ષુદાન સમયે લોએજ ગામના સરમણભાઈ નંદાણિયા(મહાદેવ ગૃપ)તેમજ નજીકના સગા સબંધી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
નંદાણિયા પરિવારે ચક્ષુદાનનો આ પ્રેરણાદાયી નિર્ણય લઈને બે દ્રષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચિંધેલ છે તેમના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.કારાભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે.
આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.
નંદાણિયા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષ્મણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,ગીરનારી બ્લડ ગૃપ-જુનાગઢ,ભારત વિકાસ પરિષદ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,માંગરોળ ડોક્ટર એસોસિએશન, ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ તેમજ પ્રભાતફેરી ધૂન મંડળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ કારાભાઈના આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી....
સુદીપ ગઢીયા 99096
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.