રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી.
રાજકોટ શહેર તા.૯/૮/૨૦૨૪ ના રોજ ગુજરાત સરકાર અને રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આગામી તા.૧૦-૮-૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં “હર ઘર તિરંગા કાર્યક્રમ” અંતર્ગત ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય “તિરંગા યાત્રા”નુ આયોજન કરવામાં આવેલ છે. આ ઉજવણીના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ-૯૩ શાળાઓમાં તિરંગાને આનુસંગિક વિવિધ સ્પર્ધાઓ જેવી કે ૧) ચિત્ર સ્પર્ધા ૨) નિબંધ સ્પર્ધા ૩) વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિહ વાળા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, વાઈસ ચેરમેન પ્રવિણભાઈ નિમાવતે જણાવ્યું હતું. તમામ શાળામાં શાળાની પ્રાથનાસભામાં શાળાના આચાર્ય અને શિક્ષકઓ દ્વારા “આઝાદીમાં તિરંગાનુ મહત્વ” આ વિષય પર વિસ્તૃત સમજ અને માહિતી આપવામાં આવેલ હતી, જેમાં ૧૪૨ શિક્ષકો અને ૧૩૫૪૬ બાળકોએ આનો લાભ લીધેલ હતો. ચિત્ર સ્પર્ધામાં કુલ ૯૨૬૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને તિરંગાને લગતા વિવિધ સુંદર ચિત્રો બાળકો દ્વારા દોરવામાં આવેલ. દરેક શાળામાં તમામ બાળકોના ચિત્રો પૈકી ૩ શ્રેષ્ઠ ચિત્રોને પ્રથમ દ્રિતીય અને તૃતીય નંબર આપીને બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવેલ. નિબંધ સ્પર્ધા કુલ ૬૩૪૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને તિરંગાના વિષય ઉપર બાળકો દ્વારા નિબંધ લેખન કરવામાં આવેલ. દરેક શાળામાં તમામ બાળકોના લખેલા નિબંધો પૈકી ૩ શ્રેષ્ઠ નિબંધોને પ્રથમ દ્રિતીય અને તૃતીય નંબર આપીને બાળકોને શૈક્ષણીક કીટ પ્રોત્સાહક ઇનામરૂપે આપવામાં આવેલ. વકૃત્વ સ્પર્ધામાં કુલ ૩૫૨૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને તિરંગા અને આઝાદીના વિષય ઉપર બાળકોની વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. દરેક શાળામાં વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ બાળકો પૈકી ૩ શ્રેષ્ઠ બાળકોને પ્રથમ દ્રિતીય અને તૃતીય નંબર આપીને બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવેલ. તા.૯-૮-૨૦૨૪ ના રોજ શિક્ષણ સમિતિની કુલ ૯૩ શાળાઓના બાળકો અને શિક્ષકો દ્વારા હરઘર તિરંગા કાર્યક્રમના પ્રચાર અને પ્રસાર અર્થે શાળાની આજુબાજુના વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શાળાના શિક્ષકો અને બાળકો હાથમાં તિરંગો લયને શાળાના આજુબાનુના વિસ્તારમાં તિરંગા યાત્રા કરશે અને આ યાત્રામાં તા.૧૦-૮-૨૦૨૪ના શહેર કક્ષાની તિરંગા યાત્રાનો પ્રચાર-પ્રસાર કરશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.