વિશ્વધરા પ્રાકૃતિક કષિ ફાઉન્ડેશન દ્વારા "રાષ્ટ્રીય કિસાન દિવસ” ની ઉજવણી. - At This Time

વિશ્વધરા પ્રાકૃતિક કષિ ફાઉન્ડેશન દ્વારા “રાષ્ટ્રીય કિસાન દિવસ” ની ઉજવણી.


વિશ્વધરા પ્રાકૃતિક કષિ ફાઉન્ડેશન દ્વારા "રાષ્ટ્રીય કિસાન દિવસ” ની ઉજવણી.

રાજકોટ. સંપૂર્ણ ગૌધન આધારિત દેશી પોતાના બિયારણ દ્વારા સંપૂર્ણ આત્માનિર્ભર પ્રાકૃતિક ખેતીના મોડેલ પર રાજકોટ ના જય મુરલીધર કાર્મ પર વિશ્વધરા પ્રાકૃતિક કષિ ફાઉન્ડેશન' દ્વારા "રાષ્ટ્રીય કિસાન દિવસ” ની ઉજવણી. મુરલીધર કાર્મ ખાતે 'વિશ્વ ધરા પ્રાકૃતિક કૃષિ કાઉન્ડેશન' દ્વારા 'રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે એક વિશિષ્ટ સંગગોષ્ઠિ નું આયોજન કરવામાં આવ્યું, ખૂબ જ નોબલ ઉદ્દેશ્ય માટે રાજકોટ શહેરના પ્રકૃતિ પ્રેમીઓ, ઉધોગપતિઓ તેમજ પ્રગતિશીલ કિસાન ભાઈઓ બહેનો આ સંગગોષ્ટિનો હિસ્સો બન્યા.સંગગોષ્ઠિનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય હતો. સ્વાસ્થ્ય એટલે પ્રકૃતિનું સ્વાસ્થ્ય જળ જમીન ખોરાકનું સ્વાસ્થ્ય કિસાન પરિવાર સામાજિક સ્વાસ્થ્ય શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે સમગ્ર માનવ સમુદાય અને પર્યાવરણના સ્વાસ્થ્યનો ઉદ્દેશ હતો. આવો અનેક સ્વાસ્થ્યની સમસ્યાનો જવાબ વિચાર વિમર્શ પછી એક જ આવતો હતો પ્રાકૃતિક કૃષિ મતલબ કૃષિ ઉત્પાદનો પ્રાકૃતિક બને તો આપોઆપ પર્યાવરણ જલ જમીન કિસાન માનવ સમુદાય વગેરે સ્વસ્થ બને કારણ કે ત્રણ ટાઈમ ભોજન જ સ્વસ્થ ના હોય તો સારા સ્વાસ્થ્યની વાતો ભૂલ ભરેલી લાગે સંગગોષ્ઠિ ની શરૂઆતમાં બહોળા લોકોના વિચાર વીમર્સ પછી નક્કી કરવામાં આવ્યું કે ઠેર-ઠેર સંપૂર્ણ ગૌ-ધન આધારિત પોતાના દેશી બિયારણ દ્વારા સંપૂર્ણ આત્માનિર્ભર પ્રાકૃતિક ખેતીના મોડેલના ડેમો કાર્મ એક સચોટ ઉપાય છે. માટે પંચસ્તરીય બાગબાની કરવા સૂચન કર્યું હતું. પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલે જણાવ્યું કે બધા સાથે મળીને આપ્રાકૃતિક ખેતીના મિશનને આગળ વધારવું પડશે. પ્રકૃતિ માણસ પરિવાર સમાજની આપણે ચિંતા કરવાની છે અને તેના ઉકેલ માટે પ્રાકૃતિક ખેતી જ ઉપાય છે. પડધરી ના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પીપરીયા એ જણાવ્યું કે પોતે પ્રાકૃતિક ખેતી જ કરે છે.બાગબાની અને પરંપરાગત પાકોનું વાવેતર કરે છે તેમણે અલગ અલગ સર્ટી મેળવી દેશ પરદેશમાં નિકાસ કરે છે. દેશી ગુલાબનું વાવેતર કરી તેમાંથી પાંદડી, ગુલકંદ, પાવડર, શરબત બનાવી પરદેશ મોકલે છે. તેમણે જામફળના પાનના પાવડરની વિદેશમાં ખુબજ માંગ છે. આવું મૂલ્ય વર્ધન થવાથી ખેડૂતોને ખુબજ આર્થિક ફાયદો થાય છે. આ આખો પ્રોજેક્ટ અને મોડલ ફાર્મ શ્રીમતી મંજુલાબેન ગજેરા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતીના તેઓ નેશનલ ટ્રેનર છે. મંજુલાબેન ને જણાવ્યું કે દરેક બીમારી કે શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખોરાક જ મુશ્કેલ છે. તેથી બધા ગ્લોબલ વોર્મિંગ કે પર્યાવરણના જતન માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે. સ્વસ્થ હવા, પાણી, ખોરાક આપણો અધિકાર છે. તો એ અધિકાર માટે બધાએ આગળ આવવું પડશે શહેરમાં ગુણવત્તા સભર કુદરતી અને વિશ્વાસપાત્ર ખેતી ઉત્પાદનો મળી રહે તેવી આગવી યોજના છે. એક જૂથ થઈને સાંકળ બનાવીશું તો ચોક્કસ હેતુલક્ષી પરિણામો મળશે. આંગકોષ્ટિમાં ચંદુભાઈ હુંબલ પરિવાર દ્વારા પોતાના કાર્મ પરથી પુરા ભારતમાં ખેડૂતો ઉધોગપતિઓ, બિઝનેસમેન, પ્રકૃતિ પ્રેમીઓ અને મિશનમાં જોડાવા માગતા લોકો આ કાર્યમાં જોડાઇ તો પ્રાકૃતિક ખેતીથી પાણીનો સંગ્રહ થાય છે તેનાથી 15 થી 20 ટકા પાણીથી ખેતી કરી શકાય છે. તેમજ દુષ્કાળ કે અતિવૃષ્ટિ વખતે પાકને નુકસાન નુકસાન થતું નથી કારણ કે પાણી જમીનમાં ઉતરે છે તેથી પાણીને બચાવવાના પ્રાકૃતિક ખેતીના મહત્વનો ભાગ ભજવે છે. તેમજ દેશી બિયારણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે તેની રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે. જીવન ચક્ર લાંબુ હોય છે. ઉગવાની ક્ષમતા વધારે છે તેમજ સ્વાદ, સુગંધ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. માટે દેશી બીજનો ખેતીમાં ઉપયોગ સંવર્ધન અને પ્રમોશન કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતી કરવામાં રાસાયણિક ખાતર અને દવાના ખર્ચમાંથી રાહત મળે છે. ઉત્તમ ગુણવત્તાવાળા ખેતઉત્પાદનો થવાથી લોકોનું સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારા આવશે, ખેતી સમૃદ્ધ બનશે, તો દેશની આર્થિક સમૃદ્ધિ જીડીપીમાં વધારો થશે. કારણ કે દેશની ઇકોનોમીમાં ખેતીનો મહત્વનો ફાળો છે ઉપરાંત પ્રાણી, પશુ, જીવસૃષ્ટિનું રક્ષણ પ્રાકૃતિક ખેતીથી શક્ય છે. આ સંગગોષ્ઠિમાં કિસાન સંઘના પૂર્વ પ્રમુખ અને એસ પી એન એક એસોસિએશનના પ્રમુખશ્રી પ્રફુલભાઈ સેંજલીયાએ જણાવેલ કે ખેડૂતો અને પર્યાવરણની જાળવણી માટે વીશ્વધરા પ્રાકૃતિક મોડેલ થી દેશના અસંખ્ય લોકો આ સરળ પ્રાકૃતિક ખેતી ના મોડેલ માં જોડાય જશે અને સંપૂર્ણ સમાજ નીરોગી બનશે બધા લોકોએ માટે શેરડીના કુદરતી સ્વાદ અને માલપુવા ના ભોજન નું આયોજન ચંદુભાઈ હુંબલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું, સંગગોષ્ઠિનું સંકલન પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું વધારે માહિતી માટે સંપર્ક કરવો મોડેલ ફાર્મ માટે શા માટે ખેતીમાં જમીનમાં કરોડોની દવા અને રાસાયણિક ખાતરો નાખવામાં આવે છે. કૃષિ ઉત્પાદનથી તૈયાર થયા પછી પણ મોટા પ્રમાણમાં દવા અને ઉપયોગ કરવામાં આવે છે. જે પર્યાવરણ જમીન અને માનવજાત માટે અતિ હાનિકારક છે.
ખેડૂતો ઘણા મોટા પ્રમાણમાં પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. પણ સાથે સાથે શહેરમાં રહેતા શહેરીજનો પણ પોતાની નૈતિક કરજ સમજી આ ગ્લોબલ સમસ્યામાં સહભાગી થાય એવો પ્રયત્ન આ ગોષ્ટિનો હતો. મતલબ કે શહેરમાં રહેતા ઉધોગપતિઓના કાર્મ હાઉસ નજીકમાં હોય તેવા લોકો પોતાના વતનમાં જ્યાં જમીન છે ત્યાં પોતાની ખેતી માં પ્રાકૃતિક કૃષિ ડેમો મોડેલ કર્મ બનાવે જેથી શહેરીજનો સુધી એક મેસેજ પહોંચાડી શકાય.ઉપભોકતા સમુદાય કે જેને સ્વસ્થ ખોરાક જોઈએ છે તેને વેગ મળે સમય અંતરે આવી સંગગોષ્ટિના આયોજન દ્વારા પ્રાકૃતિક ડેમો મોડેલ ફાર્મ બનાવવામાં આવશે વધારેમાં વધારે શહેરી લોકોને જોડવામાં આવશે અને ઠેર ઠેર આવા મોડલ બનાવવામાં આવશે જય મુરલીધર ફાર્મ ખાતે વધુમાં વધુ પ્રાકૃતિક કાર્મ બને તેના માટે પ્રકૃતિ પ્રેમી દીનેશભાઈ પટેલ, પ્રફુલભાઇ સેંજલીયા, ચંદુભાઈ હુંબલ,વસંતભાઈ લીંબાસીયા, ખીમજીભાઈ પટેલ આફ્રિકા, જાદવભાઈ પટેલ આફ્રિકા, માવજીભાઈ પટેલ લંડન, ભીમજીભાઈ પટેલ ન્યુ યોર્ક, હતેશભાઈ પટેલ કચ્છ, ભરતભાઈ કોરાટ, મોહિતભાઈ લીંબાસીયા, મંજુલાબેન ગજેરા,ભરતભાઈ સુરેજા, ગોપાલભાઈ બાલધા, કાન્તીભાઈ પટેલ, મહેશભાઈ પીપળિયા, અશોકભાઈ જસદણ વાળા, ભાવિનભાઈ દેસાઈ, જેન્તીભાઈ, રામજીભાઈ સીતારામ ડેરી, દિલીપભાઈ મોર, અમરભાઈ મેહતા, નરેશભાઈ, પ્રભાતભાઈ મેતા, આપાભાઈ, વજુભાઈ જાદવ, ખોડાભાઈ જલાવાડીયા, દેવરાજભાઈ બોડા, મુકેશભાઈ કમાણી, વજીભાઈ, મીનાબેન મોર, સીમાબેન ગણાત્રા, કાન્તાબેન વાછાણી, કલ્પેશભાઈ હીરપરા, જયંતીભાઈ સીદપરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.