બાલાસિનોર નગર ની તળાવ દરવાજા પ્રાથમિક શાળા આચાર્ય ની એક બાદ કરતૂતો ને લઇ શાળા વિવાદ માં આવી છે
મહીસાગર જિલ્લા ના બાલાસિનોર નગર ની તળાવ દરવાજા પ્રાથમિક શાળા ના આચાર્ય દ્વારા શાળા ની જ સીક્ષિકા ને ચાલુ પરીક્ષા માં હાથ પકડી બીભત્સ માંગણી કરતા સીક્ષીકા દ્વારા બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી આચાર્ય શેખ અબુબક્ર ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં માં ચાલુ પરીક્ષા માં શિક્ષિકા પોતાના વર્ગ ખંડમાં હતા તે દરમિયાન હાજરી પૂરવા વર્ગ ખંડ નંબર - સાત માં ગયા હતા તે દરમિયાન આચાર્ય શેખ અબુબક્ર એ સીક્ષીકા હતી તે બાજુ ખુરસી ખેચી ને સીક્ષીકા નો હાથ પકડી છેડતી કરી બીભત્સ માંગણી કરી હતી જોકે સીક્ષીકા દ્વારા શાળા નો સમય પૂરો થયા બાદ બાલાસિનોર પોલીસ મથકે જઈ આચાર્ય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા બાલાસિનોર પોલીસ એ આરોપી આચાર્ય ને ગણતરી ના કલાકો માં ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે
બાલાસિનોર ની તળાવ દરવાજા પ્રાથમિક શાળા ના આચાર્ય ની એક બાદ એક કરતૂતો ની વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ આચાર્ય દ્વારા શાળામાં આવેલ સૌચલાય ને તાળા મારી દેતા વિદ્યાર્થી ની ઓ ને બહાર ખુલ્લા માં જવા મજબુર બની હતી કેટલીય વાર વિદ્યાર્થી ની ઓ તેમજ વાલીઓ દ્વારા પણ શાળા ના આચાર્ય ને સૌચાલય ના તાળા ખોલવાં અનેક વાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ આચાર્ય એક નો બે ના થયો શાળા માં પ્રાથના પણ બંધ કરી દેવામાં આવી હતી જેમાં અનેક શિક્ષકો દ્વારા પણ પ્રાથના ના ના બોલાવવા ને લઇ જિલ્લા ના અધિકારી ને રજૂઆતો પણ કરવામાં આવી પરંતુ આચાર્ય પર કોઈ જ પ્રકાર ની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં ન આવતા આખરે ગત રોજ એક મહિલા શિક્ષિકા ની હાથ પકડી બીભત્સ માગણીઓ કરતા આખરે શિક્ષિકા એ બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા એક બાદ એક આચાર્ય ની કરતૂતો ને લઇ સમગ્ર વિસ્તાર માં મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા આવા આચાર્ય પર કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહયું
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.