દુનિયાનો સૌથી પાવરફુલ પાસપોર્ટ 'હેનલી':ભારતીય નાગરિકો માટે 58 વિદેશી સ્થળોમાં વિઝા ફ્રી એન્ટ્રી; શું છે ઈન્ડિયા અને પાકિસ્તાનનું રેન્કિંગ? - At This Time

દુનિયાનો સૌથી પાવરફુલ પાસપોર્ટ ‘હેનલી’:ભારતીય નાગરિકો માટે 58 વિદેશી સ્થળોમાં વિઝા ફ્રી એન્ટ્રી; શું છે ઈન્ડિયા અને પાકિસ્તાનનું રેન્કિંગ?


વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની તાજેતરની યાદી બહાર પાડવામાં આવી છે. મંગળવારે જાહેર કરાયેલ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં સિંગાપોર ટોચ પર છે. સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી મજબૂત પાસપોર્ટ છે. જેના નાગરિકો વિશ્વના 227 સ્થળોમાંથી 195 સ્થળોએ વિઝા વિના મુસાફરી કરી શકે છે. ભારતીય નાગરિકો માટે 58 વિદેશી સ્થળોમાં વિઝા ફ્રી એન્ટ્રી
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારત 82મા ક્રમે છે. ભારતીય નાગરિકો 58 વિદેશી સ્થળોમાં વિઝા ફ્રી એન્ટ્રી કરી શકે છે. ભારતે ગયા વખતે આ ઇન્ડેક્સમાં થોડું સારું પ્રદર્શન કર્યું હતું અને 61 વિઝા મુક્ત સ્થળો સાથે 81મું સ્થાન મેળવ્યું હતું. પાકિસ્તાન છેલ્લેથી પાંચમા સ્થાને
તે જ સમયે, દર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાને પાસપોર્ટ ઇન્ડેક્સમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાન નીચેથી પાંચમા સ્થાને છે. 103 દેશોની યાદીમાં પાકિસ્તાન 100મા સ્થાને છે. પાકિસ્તાનના નાગરિકો 33 દેશોમાં વિઝા વિના પ્રવેશ કરી શકે છે. યાદીમાં પાકિસ્તાનની નીચે યમન, ઈરાક, સીરિયા અને સૌથી નીચે અફઘાનિસ્તાન છે. ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલ પાંચમા સ્થાને
સિંગાપોર પછી ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને સ્પેન 192 વિઝા ફ્રી ટ્રાવેલ ડેસ્ટિનેશન સાથે શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં બીજા ક્રમે છે. ત્રીજા સ્થાને ઑસ્ટ્રિયા, ફિનલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્વીડન 191 વિઝા ફ્રી પ્રવાસ સ્થળો સાથે છે. બેલ્જિયમ, ડેનમાર્ક, ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ અને બ્રિટન 190 વિઝા ફ્રી ડેસ્ટિનેશન સાથે યાદીમાં ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલ 189 વિઝા ફ્રી ટ્રાવેલ ડેસ્ટિનેશન સાથે પાંચમા સ્થાને છે. મોટાભાગના સ્થળોએ વિઝા વિના મુસાફરી
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ વિશ્વના પાસપોર્ટને વિઝા-મુક્ત પ્રવેશના આધારે માપીને રેન્ક આપે છે. તેનો અર્થ એ છે કે, જે દેશના પાસપોર્ટનો ઉપયોગ કરીને તમે મોટાભાગના સ્થળોએ વિઝા વિના મુસાફરી કરી શકો છો તે દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે. આ ઈન્ડેક્સ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી મળેલા એક્સક્લુઝિવ ડેટાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.