વિશ્વ યોગ દિવસ: અમદાવાદમાં પ્રથમ વખત બાઈકો પર યોગના પ્રયોગો કર્યા - At This Time

વિશ્વ યોગ દિવસ: અમદાવાદમાં પ્રથમ વખત બાઈકો પર યોગના પ્રયોગો કર્યા


અમદાવાદ, તા. 21 જૂન 2022, મંગળવારઆજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતમાં પહેલીવાર મોટરસાઈકલ ઉપર લોકોએ યોગ કર્યા હતા. મણિનગરની 'ધ થર્ડ આઈ' યોગાની ટીમે મોટરસાઈકલ પર યોગ-પ્રાણાયામ સેશનનું આયોજન કર્યું હતું. જેમાં શહેરીજનો આખુ વર્ષ આ યોગની પધ્ધતિને ફોલો કરીને સ્વસ્થ રહે તેવો મેસેજ અપાયો હતો. મણિનગરની 'ધ થર્ડ આઈ' યોગાની ટીમના 40 સભ્યોએ બાઈક-એકટિવા ઉપર યોગા કર્યા હતા.  વિશ્વ યોગ દિન નિમિતે રામોલ રિંગરોડ,અદાણી સર્કલ,ગતરાળ ગામના રમતગમતના મેદાનમાં અનોખી રીતે યોગાના પ્રયોગો કર્યા છે. જેમાં 8 વર્ષથી લઈને 50 વર્ષના યુવક અને યુવતીઓ સાથે જ આધેડ વ્યકિતઓએ વિવિધ યોગ કર્યા હતા. લોકોએ મોટરસાઈકલ પર સવાર થઈને વિવિદ યોગ કરીને વિશ્વ યોગ દિવસની શાર્થક ઉજવણી કરી હતી. સાથે જ માનસિક શાંતિ અને તનની તંદુરસ્તી માટે યોગ જરૂરી હોવાનું આ યોગ ટીમએ બાઈક પર વિવિધ યોગ કરીને સાબિત કયુઁ હતું. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.