ઝાલાવાડમાં મતદારયાદી સુધારણામાં 1543 બુથ ઉપર કામગીરી શરૂ કરાઈ
- પાંચ વિધાનસભા વિસ્તારમાં નામ ઉમેરવાનું, કમી કરાવવાનું, સુધારા સહિતની કામગીરી હાથ ધરાઇસુરેન્દ્રનગર : ચુંટણીપંચ દ્વારા ગઈકાલથી ચાર રવિવાર સુધી સંક્ષીપ્ત મતદારયાદી ખાસ સુધારકણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મતદારયાદીમાં નામ ઉમેરવાનું હોય, કમી કરાવવાનું હોય,સુધારા કરાવવાના હોય, નવું ચુંટણીકાર્ડ કઢાવવાનું હોય તે તમામ કામગીરી માટે જ્યાં મતદાન કરવા જતા હોય ત્યાં બી.એલ.ઓ.નો સંપર્ક કરીને મતદારયાદીમાં નામ-સરનામા-અટક વિગેરેમાં સુધારા વધારા કરાવી શકાશે. તેના માટે તા-૨૧ ઓગસ્ટને રવિવાર, ૨૮ ઓગસ્ટને રવિવાર, ૪ સપ્ટેમ્બરને રવિવાર તેમજ ૧૧ સપ્ટેમ્બરને રવિવારનાં રોજ આ સુધારણા કાર્યક્રમનું આયોજન કરાયુ છે. સુરેન્દ્રનગરનાં પાંચ વિધાનસભા ક્ષેત્રોનાં ૧૫૪૩ બુથ ઉપર ૧૫૪૩ બી.એલ.ઓ. દ્વારા ગઈકાલે રવિવારે આ કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કે.સી.સંપતે વઢવાણ વિધાનસભા વિસ્તારનાં રાઈ ગામ તેમજ અન્ય મતદાન બુથોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.