ગુજરાત વિધાનસભા દદંક રમેશ કટારાની અધ્યક્ષ સ્થાને ૧૭ માં ગ્રામીણ ઓલિમ્પિક નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
દાહોદ, તા : ૫, ગુજરાત વિધાનસભા દદંક રમેશ કટારાની અધ્યક્ષ સ્થાને ૧૭ માં ગ્રામીણ ઓલિમ્પિક નું ઉદ્દઘાટન જયદિપસિંહ, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દેવગઢ બારીયા ખાતે કરવામાં આવ્યું. દંડક શ્રીએ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૪ થી દશેરાના મેળામાં પ્રથમ ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન દેવગઢ બારીયા ખાતે કરવામાં આવ્યું હતું.
તા.૦૪,૦૫ ઓક્ટોમ્બર-૨૦૨૨ દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા નવી રમતો સાથે પરંપરાગત દેશી જુની રમતો વિસરાય ન જાય તેવા ઉમદા આશયથી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. ગ્રામીણ ઓલિમ્પિક માં ૧૭ વર્ષથી નીચે શાળાના બાળકો માટે દોડ લાંબીકુદ તથા તિરંદાજી તેમજ ઓપન વિભાગના ખેલાડીઓ માટે ગેડી દડો, રસ્સાખેચ, કબડી, ખોખો, ગીલ્લોલ, ગોફળફેંક, તિરંદાજી માટલાદોડ જેવી ગ્રામ્ય કક્ષાની પ્રચલિત રમતો નું આયોજન કરવામાં આવે છે. આ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહીત કરવામાં આવે છે.
આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી રાજય ના તમામ જીલ્લામાં રમત ગમત સંકુલ નિર્માણ સાથે ઇન્ટરનેશનલ કક્ષાની રમતોની સુવીધા ચાલુ કરેલ છે. જે અંતર્ગત દેવગઢ બારીયા ખાતે રૂપીયા છ કરોડ ના ખર્ચે એથ્લેટીક્સ ની દોડ માટે સિન્થેટીક્સ ટ્રેક, રૂપીયા ૪.૪૦ લાખ (ચાર કરોડ ચાલીસ લાખના) ખર્ચે સ્વીમીંગ પુલ તેમજ પાંચ કરોડ પાસઠ લાખના ખર્ચે ઇન્ડોર હોલ નિર્માણ કરેલ તથા જુડો રમતના ખેલાડીઓની તાલીમ અર્થે રકમ રૂ. ૯૭ લાખ ૮૭ સીત્યાસી હજારનો ખર્ચ કરી જુડો હોલનું નિર્માણ આવેલ છે.
તેમજ સ્પોર્ટસના ખેલાડીઓની સુવિધાઓ પૈકી એકેડેમી ભોજનાલય, હાઈટેક ફિટનેશ સેન્ટર, ફીઝીયોથેરાપી સેન્ટર, પરફોર્મેશ ટેસ્ટીંગ લેબ, કુસ્તી હોલ, ક્લાસ રૂમ, સિનીયર કોચ ઓફીસ માટે રકમ રૂ.૪ કરોડ ૭૫ લાખના ખર્ચે એકેડેમી સેન્ટરનું પણ નિર્માણ કરવામાં આવેલ છે. અને ચાલુ વર્ષે રૂ. ૪.૫૦ કરોડના ખર્ચ હોકી એસ્ટો ટર્ફનું નિર્માણ કરવામાં આવેલ છે. વધુમાં જણાવવાનું કે રાજ્ય સરકાર દ્રારા રકમ રૂ. ૪ કરોડ પંચ્યાસી લાખના ખર્ચે ભાઈઓના નિવાસ અર્થે હોસ્ટેલ તેમજ રકમ રૂ. ૫ કરોડ ૯૮ લાખ ના ખર્ચે બહેનોના નિવાસ અર્થે સ્પોર્ટ્સ હોસ્ટેલનું નિર્માણ કરવામા આવેલ છે.
ગત વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક માં કુલ ૮,૭૭૬ જેટલા ખેલાડી ભાઇઓ-બહેનો ઉત્સાહ પુર્વક ભાગ લીધેલ હતો. તદ્દ ઉપરાંત હાલમાં સરકારશ્રી દ્વારા ડીસ્ટ્રીક લેવલ સ્પોર્ટર્સ સ્કુલ સ્કીમ શરૂ કરેલ છે જે અંતર્ગત સ્પોર્ટ્સ હોસ્ટેલ માં ૯૦ કુમાર ૧૦૦ કન્યાઓ તેમજ સ્વામિ વિવેકાનંદ સેન્ટર ઓફ એક્સલન્સી યોજના અંતર્ગત ૬૨ ભાઈઓ ૪૯ કન્યાઓ મળી કુલ ૧૧૧ ખેલાડીઓ નિષ્ણાંત ઢબે તાલીમ મેળવી રહેલ છે. ગત વર્ષે ખેલમહાકુંભ- ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ તેમજ ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯, ૨૦૨૦-૨૧ માં પણ સતત પાચમા વર્ષે દાહોદ રાજ્યકક્ષા ખેલમહાકુંભની શ્રેષ્ઠ શાળા તરીકે એસ આર હાઇ દેવગઢ બારીયા ને રાજય સરકારે બેસ્ટ સ્પોર્ટ્સ સ્કુલ નો રાજ્યકક્ષાનો એવોર્ડ ૫,૦૦,૦૦૦/- પાંચ લાખનું ઇનામ અમદાવાદ ખાતે ૧૧ માં ખેલમહાકુંભના સમાપન સમારોહ કાર્યક્રમ માં માનનીય ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહાકાર મંત્રી અમિતભાઈ શાહ તથા ગુજરાત સરકારના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે ઇનામ મળેલ છે.
આ પ્રસંગે દેવગઢ બારીયા ધારાસભ્ય અને પૂર્વ રાજ્યાકક્ષાનામંત્રી બચુ ભાઇ ખાબડ એ જણાવ્યું કે આ વર્ષે ગ્રામીણ ઓલીમ્પિકમાં કુલ ૧૯૦૦ ખેલાડી ઓ એ ભાગ લીધો હતો. અને તાજેતરમાં જયદિપસિહજી રમત સંકુલ દેવગઢ બારીયા ખાતે સી.ઓ.ઈ યોજના અંતર્ગત તાલીમ મેળવેલ એકેડમીના ખેલાડીઓ કે જેઓ ૧૭ મી નેશનલ ફેડરેશન ક્પ જુનીયર એથ્લેટીક્સ સ્પર્ધા તિરૂવન્નમલાઈ (તમિલનાડુ) ખાતે યોજાયેલ જેમાં ૧૦,૦૦૦ મીટર દોડમાં ખેલાડી વિશાલ મકવાણાએ ભાગ લઈ સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ તેમજ ૩૦૦૦ મીટર દોડમાં કું દ્રષ્ટિ ચૌધરી અને ૩૦૦૦ મીટર સ્ટીપલ ચેસ દોડમાં સંઘાણી કશ્યપે ભાગ લઈ બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાત રાજ્યનું નામ રોશન કરેલ છે.
તેમણે જણાવ્યું કે રાજય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે વિકાસ માટે અનેક વિધ યોજનાઓ અમલી બનાવેલ છે. આ યોજનાઓનો વધુમાં વધુ ખેલાડી ભાઇઓ તથા બહેનો ભાગ લે અને સારા પરીણામ મેળવી રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધારે તેવી હાર્દીક અપેક્ષા રાખીયે છીયે.
દંદક રમેશ કટારા, દેવગઢ બારીયા ધારાસભ્ય અને પૂર્વ રાજ્યાકક્ષાના મંત્રી બચુ ભાઇ ખાબડ અને જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ બેન વાઘેલા એ વિવિધ રમતોમાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત ખેલાડી ઓ ને ચેક અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી.
આ પસંગે દાહોદ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ સરતનભાઈ ચૌહાણ, દેવદઢ બારીયા મામલતદાર, નગરપાલીકા પ્રમુખ ચાર્મી બેન સોની, પ્રમુખ મુકેશ ભાઇ, જિલ્લા પંચાયત સભ્ય નીરવ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કરણ સિંહ, મહીલા મોરચા આગેવાન શકુ બેન, સરપંચ સહિત અધીકારી અને રમત ગમત અધિકારી રાઠવા સહિત મોટી સંખ્યામા રમતવીરો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.