દીકરીની પજવણી કરતા યુવકને પિતાએ ટપાર્યો તો રોષે ભરાઈને યુવકે કહ્યું:'હું તો પીછો કરીશ જ, થાય એ કરી લેજો' - At This Time

દીકરીની પજવણી કરતા યુવકને પિતાએ ટપાર્યો તો રોષે ભરાઈને યુવકે કહ્યું:’હું તો પીછો કરીશ જ, થાય એ કરી લેજો’


રાજકોટ શહેરના સદગુરુ કોલોનીમાં રહેતો અજય મેર નામનો શખસ છેલ્લા એકાદ મહિનાથી ધો.11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો પીછો કરી બિભત્સ ચેનચાળા કરી પજવણી કરતો હોય જે અંગે સગીરાએ જાણ કરતા તેના પિતાએ અજય મેરને મયુરનગર પાસે જઈ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અજયે તેની સાથે ઝઘડો કરી તમારે જેમ કરવું હોય તેમ કરી લેજો હું તમારી દિકરીની પાછળ જઈશ જ તેમ કહી ધમકી આપતા થોરાળા પોલીસ સ્ટાફે વિદ્યાર્થીનીના પરિવારની ફરિયાદ પરથી અજય મેર સામે ગૂનો નોંધી તેને સકંજામા લઈ ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.