વડોદરા: ચોરીની વધુ બે ઘટના: પોલીસ પેટ્રોલિંગ માટે પડકાર - At This Time

વડોદરા: ચોરીની વધુ બે ઘટના: પોલીસ પેટ્રોલિંગ માટે પડકાર


વડોદરા,તા.09 ઓગષ્ટ 2022,મંગળવારવડોદરા શહેરમાં દિન પ્રતિદિન તસ્કરો ચોરીની ઘટનાને અંજાર આપી પોલીસના પેટ્રોલિંગ સામે પડકાર ફેંકવાની સાથે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વીતેલા ચોવીસ કલાક દરમિયાન વધુ બે ચોરીની ઘટનાઓ સામે આવી છે. અજાણ્યા તસ્કરો ગોરવા વિસ્તારમાં મકાનને તથા આજવા રોડ વિસ્તારમાં દુકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ જતા ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, આજવા રોડ ખાતે કાન્હા ડ્રીમ એપાર્ટમેન્ટમાં રહેતા રવિભાઈ ગોવાળિયા કમળાનગર તળાવની સામે દિવ્ય પ્લાઝા કોમ્પ્લેક્સમાં પાનની દુકાન ધરાવે છે. રવિવારે રાત્રે રાબેતા મુજબ તેઓ દુકાન બંધ કરી ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે દુકાનના શટરનું તાળું તૂટેલું હોય સામાન વેર વિખેર જણાતા ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા દુકાનમાંથી રૂપિયા 01 લાખની કિંમત ધરાવતા અલગ અલગ કંપનીની સિગારેટના આઉટર તથા રોકડા રૂ.45,000 મળી કુલ રૂ. 1.45 લાખની મત્તા ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદના આધારે બાપોદ પોલીસે અજાણ્યા બાપોદ વિરુદ્ધ ચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.બીજા બનાવમાં ગોરવા વિસ્તારના યશોનંદન પાર્ક જેસલ સોસાયટીમાં રહેતા પંકજકુમાર મહાજન ગત શનિવારના રોજ સંબંધીના ઘરે કથાનું આયોજન હોવાથી મકાનને લોક કરી માંજલપુર ખાતે ગયા હતા. જ્યાંથી પરત ફરતા મકાનના મુખ્ય દરવાજાનું લોક તૂટેલું જણાઇ આવ્યું હતું. તપાસ કરતા અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી રૂપિયા 25 હજારની કિંમતનું સોનાનું મંગળસૂત્ર, 12 હજારની કિંમતની સોનાની બે નંગ વીટી તથા રોકડા રૂપિયા 25 હજાર મળી કુલ રૂ. 62 હજારની મત્તા ચોરી નાસી છૂટ્યા હોવાનું બહાર આવ્યું હતું. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે ગોરવા પોલીસે ચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.