નવાકારવામાં અનોખી રીતે જૂની પેન્શન યોજના લાગુ કરવા વિરોધ
નવાકારવા ગામમાં ગણપતિ વિસર્જનમાં કર્મચારીઓ દ્વારા અનોખી રીતે જુની પેન્શન યોજના લાગું કરવા વિરોધ કરાયો.નવી પેન્શન નીતિના વિરોધ અને જૂની પેન્શન બહાલી માટેની લડત હવે ગામડાઓ સુધી ફેલાઈ ગઈ છે .ગણપતિ વિસર્જન યાત્રા પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોએ જુની પેન્શનની લડતને સમર્થન આપ્યું છે. અને જે પક્ષ જુની પેન્શનનો અમલ કરાવશે તે પક્ષને જ વોટ આપશે એવો સંકલ્પ પણ કર્યો હતો. નવાકારવા ગામ એ પ્રાથમિક શિક્ષક સંધના પ્રમુખ બિપીનકુમાર પટેલનું વતન પણ છે.બિપીનભાઈ સહિત કર્મીઓએ જયા સુધી જુની પેંશન યોજનાની પુનઃ બહાલી ન મળે ત્યા સુધી વધુ જુસ્સાથી લડત લડવાનો ઢ નિશ્ચય કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.