પોલીસે દુકાનનો કબજો પરત અપાવ્યો, 8ની ધરપકડ
શહેરમાં દાણાપીઠમાં વર્ષો જૂના ભાડાની દુકાનો ખાલી કરાવાના બનાવમાં એ.ડિવિઝન પોલીસે મંડપ સર્વિસના ધંધાર્થીની ફરિયાદ પરથી મસ્જિદના ટ્રસ્ટી સહિત 9 શખ્સ સામે ગુનો નોંધી 8 શખ્સની ધરપકડ કરી વધુ એકની શોધખોળ કરી છે. તેમજ પોલીસે ત્રણેય વેપારીને દુકાનનો કબજો પરત અપાવી સામાન મુકાવ્યો હતો. જેમાં પકડાયેલા ટ્રસ્ટી મુસાણીએ કહ્યું હતું કે, હવે કાયદેસરના નિયમ અનુસાર કાર્યવાહી કરીશું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
