મહીસાગર જિલ્લા બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે મયંક જોષી ની નિમણુંક કરવામાં આવી.. - At This Time

મહીસાગર જિલ્લા બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે મયંક જોષી ની નિમણુંક કરવામાં આવી..


મહીસાગર જિલ્લાના ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન તરીકે ગુજરાત સરકાર દ્વારા જાણીતા એડવોકેટ અને મહીસાગર જિલ્લા પત્રકાર એસોશિયેશના પ્રમુખ તેમજ મહીસાગર જિલ્લા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ મયંક એચ જોષી ની નિમણુંક થતા મહીસાગર જિલ્લામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. જેને લઈ આજરોજ બાળ સુરક્ષાની કચેરી ખાતે હાજર થઈ કામગીરી આરભ કરતા મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા, સાથે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, જિલ્લા ના મહામંત્રીઓ રાવજીભાઈ પટેલ, પ્રદીપસિંહ રાઠોડ, જયેન્દ્રભાઈ બારોટ, પૂર્વ મહામંત્રી મુળજીભાઈ રાણા, લુણાવાડા નગર ભાજપ પ્રમુખ હિમાંશુ શાહ, વગેરે આગેવાનો ઉપસ્થિત રહી નવ નિયુક્ત ચેરમેન મયંક જોષી ને શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી. અને સરકાર દ્વારા કરવામાં આવેલી નિમણુંક બદલ ચેરમેન મયંક જોષી એ સૌવનો આભાર વ્યક્ત કર્યો હતો


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image