ભર ઉનાળે ધંધુકા અને ધોલેરા ગ્રામ્યમાં વિજ તંત્રના ધાંધિયા.
ભર ઉનાળે ધંધુકા અને ધોલેરા ગ્રામ્યમાં વિજ તંત્રના ધાંધિયા.
વીજ પુરવઠાને લઈ પૂર્વ ધારાસભ્યની રજૂઆત
અમદાવાદ જિલ્લાના ધંધુકા ધોલેરા વિસ્તારમાં ઉતર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો ઉપર સતત ઉપર ચડી રહ્યો છે ત્યારે ભર ઉનાળે ધંધુકા શહેર અને ધોલેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીંજ તંત્ર દ્રારા વિજ પુરવઠો અનિયમીત આપવામાં આવતા ધંધુકાના પુર્વ ધારાસભ્ય દ્રારા ધંધુકા કાર્યપાલક ઈજનેરને રજુઆત કરવામાં આવી હતી.
ધંધુકા શહેર તેમજ ધંધુકા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ધોલેરા તાલુકામાં વિજ તંત્ર દ્વારા છેલ્લા 7 દિવસથી અનિયમીત વિજ પુરવઠો આપવામાં આવતો
અમદાવાદ જિલ્લાના ધંધુકા ધોલેરા વિસ્તારમાં ઉતર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો ઉપર સતત ઉપર ચડી રહ્યો છે ત્યારે ભર ઉનાળે ધંધુકા શહેર અને ધોલેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીંજ તંત્ર દ્રારા વિજ પુરવઠો અનિયમીત આપવામાં આવતા ધંધુકાના પુર્વ ધારાસભ્ય દ્રારા ધંધુકા કાર્યપાલક ઈજનેરને રજુઆત કરવામાં આવી હતી.
ધંધુકા શહેર તેમજ ધંધુકા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ધોલેરા તાલુકામાં વિજ તંત્ર દ્વારા છેલ્લા 7 દિવસથી અનિયમીત વિજ પુરવઠો આપવામાં આવતો હોવાથી લોકોને ભર ઉનાળે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહો છે તંત્ર દ્રારા વાયર રીપેરીંગના નામે આખુ ફીડર બંધ રાખવામાં આવે છે જેના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ધંધુકા વિધાનસભા પુર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્રારા ધંધુકા કાર્યપાલક ઈજનેરને રજુઆત કરવામાં આવી હતી કે વારવાર એલ.સી મુકી આખુ ફીડર બંધ રાખવામાં આવે છે જેથી વધારાની સ્વીચો મુકી આખુ ફિડર બંધ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે અને લાઈટનુ મેન્ટેન્સ નક્કી કરેલા દિવસે કરવામાં જેથી આ ભર ઉનાળે ગરમીમા લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવી રજૂઆત કરાઈ હતી
રીપોર્ટર : સી કે બારડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.