માનવીય ગૌરવ માટે નાગરિક સમાજ થી લઈ પત્રકારો, વિદ્યાર્થીઓ,શિક્ષકો, લેખકો, કલાકારો, વકીલો અને સામાન્ય નાગરિકોએ અભિવ્યક્તિની આઝાદીની રક્ષા માટે સજાગ રહેવાની જરૂર છે.
માનવીય ગૌરવ માટે નાગરિક સમાજ થી લઈ પત્રકારો, વિદ્યાર્થીઓ,શિક્ષકો, લેખકો, કલાકારો, વકીલો અને સામાન્ય નાગરિકોએ અભિવ્યક્તિની આઝાદીની રક્ષા માટે સજાગ રહેવાની જરૂર છે.
વિચારની સ્વતંત્રતા ગુમાવવી એટલે આપણું આત્મગૌરવ ખોવું. અભિવ્યક્તિ નો અધિકાર આપણો નાભિશ્વાસ છે
માનવીય ગૌરવ માટે નાગરિક સમાજ થી લઈ પત્રકારો, વિદ્યાર્થીઓ,શિક્ષકો, લેખકો, કલાકારો, વકીલો અને સામાન્ય નાગરિકોએ અભિવ્યક્તિની આઝાદીની રક્ષા માટે સજાગ રહેવાની જરૂર છે.
દરેક વ્યક્તિને સામાજિક-આર્થિક-રાજકીય-ધાર્મિક બાબતો વિષે પોતાનાં દષ્ટિકોણ, માન્યતાઓ, અભિપ્રાય અને આદર્શો હોય છે. તે પ્રમાણે વર્તવાની કે ન વર્તવાની અથવા તેમને બદલવાની સ્વતંત્રતા હોય છે. વિચારની સ્વતંત્રતાને કારણે કોઈ પણ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિના દષ્ટિકોણથી અલગ અને મૌલિક રીતે વિચારી શકે છે. માટે લોકશાહીમાં નાગરિકો માનસિક રીતે સ્વાયત્ત હોય તે અત્યંત આવશ્યક છે. વિચારની સ્વતંત્રતા એ અંતરાત્માની સ્વતંત્રતા છે. કોઈ વ્યક્તિના અભિપ્રાયો અન્ય વ્યક્તિના અંતરાત્મા પર પ્રભુત્વ મેળવી શકે નહીં. વિચારની સ્વતંત્રતા ગુમાવવી એટલે આપણું આત્મગૌરવ ખોવું. તેથી વિચારની સ્વતંત્રતાને માનવીય ગૌરવ અને કારકતા (એજન્સી)નો પાયો માનવામાં આવે છે. તેનું ઉલ્લંઘન ન થઈ શકે એમ આધુનિક યુગમાં માનવામાં આવે છે.દરેક ને
અભીવ્યક્તિ ની સ્વતંત્ર્યતા બોલવાની આઝાદી છે આપણે એવી દુનિયામાં જીવીશું, જ્યાં શક્તિશાળી શક્તિહીનને ચૂપ કરી શકશે, ત્યાં સત્યને દબાવવામાં આવશે, જ્યાં વિરોધ સહન કરવામાં આવશે નહીં અને જ્યાં અન્યાય અને અત્યાચાર વ્યાપક હશે. આપણે એવી દુનિયામાં જીવીશું, જ્યાં લોકશાહી પોતે જ ખતરામાં આવી પડશે, સદીઓના સંઘર્ષ પછી મેળવેલું માનવીય ગૌરવ આપણે ગુમાવી દઈશું. તેથી નાગરિક- સમાજથી લઈને પત્રકારો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, લેખકો, કલાકારો, વકીલો અને સામાન્ય નાગરિકોએ અભિવ્યક્તિની આઝાદીની રક્ષા માટે સજાગ રહેવાની જરૂર છે. કારણ કે, અભિવ્યક્તિની આઝાદી આધુનિક લોકશાહીનો નાભિશ્વાસ છે.
નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.