બાલાસિનોર નગર જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠ્યું.. - At This Time

બાલાસિનોર નગર જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠ્યું..


ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા બાલાસિનોર માં યોજાય.

બાલાસિનોર : મહીસાગર જિલ્લાના બાલાસિનોરના પટેલ વાડા સ્થિત રણછોડ રાયજીના મંદિર તથા રામજી મંદિરથી આજે રવિવારે વારે અષાઢ સુદ બીજને ને શુભ દિવસે રથયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. દર વર્ષે આ શુભ દિવસે ભગવાન રથમાં બિરાજમાન થઈ અને ભક્તોના ઘરે જઈને દર્શન આપે છે. ભક્તો પણ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

મહિસાગર જિલ્લા પોલિસ દ્વારા ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા જેમાં ડીવાયએસપી કમલેશ વસાવા,પ્રો ડીવાયએસપી તપન ડોડીયા, બાલાસિનોર ટાઉન પીઆઇ અનશુમન નિનામા સહિત,પી.એસ.આઈ 4,વિડીયો ગ્રાફર 1,બહારથી ફાળવેલ પો.માણસો 4,ઓ.બો.કે.2,બો.વો..કે 9,સ્થાનિક પો.સ્ટેના પો.માણસો 31,ડીપ પોઇન્ટ 2,દુરબીન 4,HG 60 સહિત બોડી વોર્મ કેમેરા અને ડ્રોન કેમેરાને સામેલ કરવામાં આવ્યા હતા.

બાલાસિનોરના રામજી મંદિર તથા રણછોડ રાયના મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ સવારની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. રણછોડરાયના મંદિરથી સવારે 10:30 કલાકે રથયાત્રા તેમજ રામજી મંદિરેથી રથયાત્રા નીકળી નગરના મુખ્ય રસ્તાઓ પર ફરી હતી. અને રામેશ્વર મંદિરે પહોંચી હતી. રથયાત્રામાં રાજકીય આગેવાનો સહિત ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રથમાં બિરાજમાન ભગવાને ભાવિકોને દર્શન આપ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે જિલ્લા પોલિસ દ્વારા ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રથયાત્રા શરૂ થઈ હતી.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.